Male Menstruation શું છે? સ્ત્રીઓની જેમ પુરુષોને પણ આવે છે પીરિયડ્સ?
- કદાચ જ કોઇને ખ્યાલ હશે કે Maleને પણ Menstruationની સમસ્યા હોય છે
- તેને મેડિકલની ભાષામાં આઇએમએસ કહેવાય છે
- આઇએમએસનો અર્થ થાય છે ઇરિટેબલ મેલ સિન્ડ્રોમ
પીરિયડ્સનો સમય મહિલાઓ માટે અત્યંત કઠિન હોય છે. આ દરમિયાન મહિલાઓને મુડ સ્વિંગ, પેટમાં દુખાવો, પેટમાં સોજો, એકગ્રતામાં કમી, થાક, કમરનો દુખાવો, શરીર અકડાઇ જવુ જેવા લક્ષણો અનુભવાય છે. આ દરમિયાન મહિલાઓને થતી સમસ્યાઓ અંગે હવે તો મોટાભાગના લોકો જાણે છે, પરંતુ કદાચ જ કોઇને ખ્યાલ હશે કે મહિલાઓની જેમ પુરુષોને પણ Male Menstruationની સમસ્યાનો સામનો કરવો પડે છે. પુરુષોમાં થતા આ Male Menstruationને મેડિકલ ભાષામાં આઇએમએસ કહેવાય છે. જેનો અર્થ છે ઇરિટેબલ મેલ સિન્ડ્રોમ.
શું હોય છે Male Menstruation?
પુરુષોના શરીરમાં સમયે સમયે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનુ સ્તર વધુ કે ઓછુ હોય છે. આ કારણે પુરુષોને પીરિયડ્સ દરમિયાન દેખાતા લક્ષણો જેમકે ડિપ્રેશન, થાક, ચિંતા, મૂડ સ્વિંગ જેવા અનુભવો થાય છે. મેડિકલ રિસર્ચમાં તેને મેલ પીરિયડ્સ કહેવાય છે. એક અભ્યાસ અનુસાર લગભગ 26 ટકા કરતા વધુ પુરુષો નિયમિત રીતે Male Menstruationનો અનુભવ કરે છે.
સ્ત્રીઓના પીરિયડ્સ કરતા કેવી રીતે અલગ હોય છે મેલ પીરિયડ્સ
સામાન્ય રીતે પુરુષોમાં દેખાતા પીરિયડ્સના લક્ષણો મહિલાઓના પીરિયડ્સની જેમ જ હોય છે, તેમાં ફર્ક માત્ર એટલો હોય છે કે મહિલાઓની જેમ પુરુષોને બ્લીડિંગ થતુ નથી. જો લક્ષણોની વાત કરીએ તો ઘણી વખત મહિલાઓની જેમ પુરુષોમાં પણ તેવા લક્ષણો જોવા મળે છે. પુરુષોએ પણ પેટનો દુખાવો, થાક, ચિડચિડિયાપણુ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ખાવાની ક્રેવિંગ પણ વધી જાય છે. તેમને પણ અલગ અલગ ખાવાનું મન થાય છે.
બીજો તફાવત એ છે કે પુરુષોનુ હોર્મોનલ ચક્ર મહિલાઓના માસિક ચક્ર જેવુ હોતુ નથી. પુરુષોમાં રહેલુ હોર્મોનલ ચક્ર ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોનને પ્રભાવિત કરે છે. આ કારણે તેમના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સવારે વધુ અને રાતે ઓછુ રહે છે. લોકો મેલ પીરિયડ્સને ગંભીરતાથી લેતા નથી. આ વિષય પર હજુ વધુ સંશોધનની આવશ્યકતા છે.
Male Menstruationમાં રાખો આ બાબતોનું ધ્યાન
જીવનશૈલીમાં બદલાવ કરીને ‘ઇરિટેબલ મેલ સિન્ડ્રોમ’ના દુષ્પ્રભાવોને ઘટાડી શકાય છે. Male Menstruation દરમિયાન પુરુષોમાં થતા હોર્મોનલ પરિવર્તનોના લીધે તણાવ સામે લડવા માટે વ્યાયામ, સ્વસ્થ આહાર, દારુ અને ધુમ્રપાનથી દુર રહેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ પરિણિત લોકો કયા કારણોથી પાર્ટનર સાથે કરે છે ચીટિંગ?