ભારતે આજે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ NVS-01 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.
નેવિગેશન સેટેલાઇટ NVS 01 લોન્ચ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના નામે વધુ એક સિદ્ધિ નોંધવામાં આવી છે. સંસ્થાએ નેવિગેશન સેટેલાઇટ NVS 01 ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી આજે એટલે કે સોમવાર 29 મેના રોજ લોન્ચ કર્યો. તેને સ્વદેશી GSLV રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સેટેલાઇટ 2016માં લોન્ચ કરવામાં આવેલા IRNSS-1G સેટેલાઇટનું સ્થાન લેશે. IRNSS-1G ઉપગ્રહ એ ISROની પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ NavIC નો સાતમો ઉપગ્રહ છે.
સવારે 10.42 કલાકે ઉડાન ભરી
GSLV એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી સવારે 10.42 વાગ્યે ઉડાન ભરી. લોન્ચ થયાની લગભગ 18 મિનિટ પછી પેલોડ રોકેટથી અલગ થઈ ગયું. ઈસરોના મિશન કંટ્રોલ સેન્ટર ખાતે વૈજ્ઞાનિકો અને અધિકારીઓ વચ્ચે પ્રી-લોન્ચ મીટિંગ થઈ હતી. બીજી તરફ, લોંચને જોવા માટે વિદ્યાર્થીઓ અને અન્ય લોકોની ભારે ભીડ ઈસરોની ગેલેરીમાં એકઠી થઈ હતી. રોકેટ ઉપડતાંની સાથે જ આખી ગેલેરી તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી.
GSLVની આ 15મી અવકાશ સફર
તમને જણાવી દઈએ કે ભારત પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરનાર પ્રથમ દેશ છે. અવકાશમાં વૈશ્વિક નેવિગેશન ઉપગ્રહોની સંખ્યા ચાર છે. હાલના ઉપગ્રહને અવકાશમાં લઈ જનાર રોકેટ GSLVની આ 15મી અવકાશ સફર છે. આ નેવિગેશન સેટેલાઈટને NVS-01 નામ આપવામાં આવ્યું છે. તેનું વજન 2232 કિગ્રા હોવાનું કહેવાય છે.
GSLV-F12/NVS-01 mission is set for launch on Monday, May 29, 2023, at 10:42 hours IST from SDSC-SHAR, Sriharikota. https://t.co/bTMc1n9a1n
NVS-01 is first of the India's second-generation NavIC satellites ????️ that accompany enhanced features.
Citizens can register at… pic.twitter.com/OncSJHY54O
— ISRO (@isro) May 23, 2023
NVS 01 સેટેલાઈટની વિશેષતાઓ
NVS 01 સેટેલાઇટ તેના પ્રક્ષેપણ પછીના 12 વર્ષ સુધી કામ કરવાનું ચાલુ રાખશે. આ સેટેલાઇટમાં બે સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે તેને એનર્જી મળતી રહેશે. ઈસરોના આ નેવિગેશન સેટેલાઇટમાં સ્વદેશી બનાવટની અણુ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા બનાવવામાં આવી છે. અહેવાલો અનુસાર આવી પરમાણુ ઘડિયાળો ધરાવતા દેશોની સંખ્યા ઘણી ઓછી છે. આ ઘડિયાળ શ્રેષ્ઠ અને સચોટ સ્થાન, સ્થિતિ અને સમય જણાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : વરસાદ બન્યો વિઘ્ન ! અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજનો દરબાર રદ