ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી

Text To Speech
  • મોડી સાથે ભારે પવન ફુંકાયો

પાલનપુર :  દિવસભર ની કાળઝાળ ગરમી બાદ રવિવારે મોડી સાંજે આકાશમાં ગોરંભાયેલા વાદળના ગડગડાટ સાથે વરસાદ શરૂ થયો હતો. જોકે તે અગાઉ ધૂળની ડમરી ઉડવી શરૂ થઈ હતી. ભારે પવન સાથે વાવાઝોડું ફૂકાવવાનું શરૂ થયું હતું. જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર, પાલનપુર પંથક અને ચિત્રાસણીમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. પાલનપુરમાં પણ વાવાઝોડાને કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી. ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે આકાશમાં વીજળીના કડકાભડાકા સાથે ચમકારા ચાલુ રહ્યા હતા.

આ પણ વાંચો : આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં આ કારણે થયુ કમોસમી માવઠું

Back to top button