ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Mann Ki Baat: PM મોદીએ ‘મન કી બાત’ના 101માં એપિસોડમાં શું કહ્યુ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના 101મા એપિસોડને બીજી સદીની શરૂઆત ગણાવી અને કહ્યું કે ગયા મહિને આપણે બધાએ તેની વિશેષ સદીની ઉજવણી કરી છે. તેમણે દેશને કહ્યું, ‘તમારી ભાગીદારી આ કાર્યક્રમની સૌથી મોટી તાકાત છે.’

પીએમ મોદીએ કહ્યું, “જ્યારે ‘મન કી બાત’ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી, તે સમયે વિશ્વના વિવિધ દેશોમાં, અલગ-અલગ ટાઈમ ઝોનમાં… ક્યાંક સાંજ હતી તો ક્યાંક મોડી રાત હતી. તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ 100મો એપિસોડ સાંભળવા માટે સમય કાઢ્યો હતો.”

PM મોદીની 101મી ‘મન કી બાત’ની ખાસ વાતો:

તમિલ સંગમમ વિશે વાત કરી

“તાજેતરમાં આપણે ‘મન કી બાત’માં કાશી તમિલ સંગમમ’ વિશે વાત કરી. સૌરાષ્ટ્ર તમિલ સંગમમની વાત કરી. કાશી તેલુગુ સંગમ પણ થોડા સમય પહેલા જ વારાણસીમાં થયો હતો. ‘એક ભારત’ શ્રેષ્ઠ ભારત’ની મહાન ભાવનાને બળ આપવા માટે દેશમાં આવો જ એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રયાસ છે યુવા સંગમનો છે. શિક્ષણ મંત્રાલયે ‘યુવા સંગમ’ નામની એક ઉત્તમ પહેલ કરી છે. તેનો હેતુ લોકોને લોકો સાથે જોડવાનો તેમજ દેશના યુવાનોને એકબીજા સાથે હળી-મળી જવાની તક આપવાનો છે.”

આદિવાસી ભાઈ-બહેનોના યોગદાનને બિરદાવ્યું

“થોડા દિવસો પહેલા ભારતમાં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આપણી પાસે અહીં ભારતમાં ઘણાં વિવિધ પ્રકારનાં મ્યુઝિયમો છે, જે આપણા ભૂતકાળ સાથે સંબંધિત ઘણા પાસાઓને પ્રદર્શિત કરે છે. પાછલા વર્ષોમાં પણ આપણે ભારતમાં નવા પ્રકારનાં મ્યુઝિયમો અને સ્મારકોનું નિર્માણ થતા જોયું છે. સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસી ભાઈ-બહેનોના યોગદાનને સમર્પિત 10 નવા સંગ્રહાલયો બનાવવામાં આવી રહ્યા છે.”

PMએ આ કહેવતને યાદ કરી

“આપણે બધાએ એક કહેવત ઘણી વાર સાંભળી હશે, – ‘બિન પાની સબ સુન’ પાણી વિના જીવન પર સંકટ આવે છે, વ્યક્તિ અને દેશનો વિકાસ પણ અટકી જાય છે. ભવિષ્યના આ પડકારને જોતા આજે દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને 50 હજારથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જળ સંરક્ષણની દિશામાં આ એક મોટું પગલું છે.”

‘મહારાષ્ટ્રના શિવાજી શામરાવ ડોલે’ને બિરદાવ્યા

મહારાષ્ટ્રના શિવાજી શામરાવ ડોલે, જેમણે નિવૃત્તિ પછી કંઈક નવું શીખવાનું નક્કી કર્યું અને કૃષિમાં ડિપ્લોમા કર્યુ, એટલે કે તેઓ ‘જય જવાન થી, જય કિસાન કી તરફ આગળ વધી રહ્યા’ છે. આ અભિયાનમાં શિવાજી ડોલેજીએ 20 લોકોની એક નાની ટીમ બનાવી અને કેટલાક નિવૃત્ત સૈનિકોને પણ જોડ્યા. તેમની ટીમે વેંકંટેશ્વર કો-ઓપરેટિવ પાવર એન્ડ એગ્રો પ્રોસેસિંગ લિમિટેડ નામની સહકારી સંસ્થાનું સંચાલન સંભાળ્યું. આ ટીમની 2 મહાન વિશેષતાઓ જેણે મારું ધ્યાન ખેંચ્યું તે છે – જય વિજ્ઞાન અને જય અનુસંધાન.

સ્વતંત્રતા સેનાની વીર સાવરકર યાદ કર્યા

આજે 28 મે એ મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની જન્મજયંતિ છે. તેમના બલિદાન, હિંમત અને સંકલ્પ સાથે જોડાયેલી ગાથાઓ આજે પણ આપણને બધાને પ્રેરણા આપે છે. હું એ દિવસ ભૂલી શકતો નથી જ્યારે હું આંદામાનની કોટડીમાં ગયો હતો જ્યાં વીર સાવરકરે કાલાપાની માટે તેમની સજા ભોગવી હતી. વીર સાવરકરના વ્યક્તિત્વમાં મક્કમતા અને ઉદારતાનો સમાવેશ થતો હતો. તેમના નીડર અને સ્વાભિમાની સ્વભાવને ગુલામીની માનસિકતા જરા પણ ગમતી ન હતી.

આ પણ વાંચો: આવકવેરા વિભાગની નોટીસનો જવાબ નહીં આપો તો ભરાઈ જશો, જાણો શું છે નવી માર્ગદર્શિકા

Back to top button