ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs SA 5th T20I: ભારત આફ્રિકા વચ્ચે ખરાખરીનો જંગ, આફ્રિકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

Text To Speech

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમા આ નિર્ણાયક મેચમાંથી બહાર થઈ ગયા છે. તે છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. બાવુમાના સ્થાને કેશવ મહારાજ પાંચમી અને અંતિમ T20I મેચમાં આફ્રિકન ટીમનું સુકાન સંભાળી રહ્યા છે. કેપ્ટન ઋષભ પંત સતત પાંચમી વખત ટોસ હાર્યો છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે. મુલાકાતી ટીમે માર્કો યાનસન, તબરેઝ શમ્સી અને ટેમ્બા બાવુમાના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં કાગીસો રબાડા, ટ્રીસ્ટન સ્ટબ્સ અને રેઝા હેન્ડ્રીક્સનો સમાવેશ કર્યો છે.

બંને ટીમો વચ્ચેની સિરીઝ હાલમાં 2-2થી બરાબર છે અને આવી સ્થિતિમાં આ મેચ નિર્ણાયક બની રહેશે. સાઉથ આફ્રિકાની ટીમ પણ ભારતમાં ક્યારેય ટી20 સિરીઝ હારી નથી અને આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચેની આ મેચ ઘણી રોમાંચક રહેવાની આશા છે. દક્ષિણ આફ્રિકા 2021ની શરૂઆતથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રભુત્વ જમાવી રહ્યું છે. ત્યારથી, આફ્રિકન ટીમે છેલ્લી 20 T20 મેચોમાંથી 15 જીતી છે.

સાઉથ આફ્રિકા (પ્લેઇંગ ઇલેવન):
ક્વિન્ટન ડી કોક (wk), રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, કેશવ મહારાજ (c), લુંગી એનગીડી, એનરિક નોર્ટજે.

ભારત (પ્લેઇંગ ઇલેવન):
ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત (C&W), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન.

Back to top button