સગીરોને મોબાઈલ આપતા માતાપિતા ચેતજો, મોબાઈલ થકી જ સગીરા ટ્રેપમાં ફસાઈ અને પછી….
આજકાલના બાળકો મોબાઈલનો ઉપયોગ ગેર રીતે કરે છે. માતાપિતા બાળકોને મોબાઈલ લઈ આપતા હોય છે. માતાપિતાએ ધ્યાન રાખવું જોઈએ કે આપનું બાળક મોબાઇલમાં શું કરી રહ્યું છે. અમદાવાદમાં એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ કરતા સગીરાને પરિવારે મોબાઈલ લઈ આપ્યો અને તે જ મોબાઈલ સગીરા માટે ઘાતક સાબિત થયો. સગીરાને મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ થકી એક સગીર યુવકની મિત્રતા થઈ અને તેના મિત્રોએ ડરાવી ધમકાવી સગીરા પાસે પોતાનો હવસ સંતોષી. સમગ્ર ઘટના જોઈએ તો એક યુવક અને સગીરા ઇન્સ્ટરગ્રામ દ્વારા મિત્રતા કરી ત્યાર બાદ સગીરા સાથે શારીરિક અડપલા કરતાં સગીરાએ યુવક સાથેના સબંધો તોડી દીધા હતા.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બહાર પડનાર રૂ.75ના સિક્કાની શું છે ખાસિયત ? જાણો શું હશે તેમાં ?
આ બાબતને લઈ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનો નોંધાવતા પોલીસ બે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સગીરાના પરિવારને જાણ કરવાની ધમકી પણ આપી. યુવતી તમામ હકીકત તેની માતાને કહી. અને પરિવારે પોલીસ ફરીયાદ કરી. જેમાં પોલીસે પૂછપરછ હાથ ધરી. અને પોલીસે ચિરાગ પટેલ અને ઉર્વેશ સુથારની ધડપકડ કરી છે.
આ પણ વાંચો : નવા સંસદ ભવનનું ઉદ્ધાટન, જોરદાર અવાજમાં શાહરૂખે એક વીડિયો કર્યો શેર , માની પીએમ મોદીની વાત