ઉત્તર ગુજરાતગુજરાત

ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી મા અંબાના ચરણે : આવતીકાલે રવિવારે બાગેશ્વર ધામ સરકાર માતાજીના દર્શન કરશે

Text To Speech
  • ઇસ્કોન ગ્રુપ ચેરમેન પ્રવીણ કોટક અંબાજી પ્રવાસ દરમિયાન સાથે રહેશે

પાલનપુર : શક્તિ – ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર માતાજીના ધામે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માના દર્શનાર્થે આવી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અનેક નેતા, અભિનેતા અને વીઆઈપી મા જગત જનની અંબાના ચરણોમાં શીશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે. આવતીકાલે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી આવશે.

તારીખ 28 મે’23 રવિવારના રોજ બાગેશ્વર ધામ સરકારના પીઠાધિશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી મા જગતજનની અંબાના ધામે આવવાના છે. આવતીકાલે પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે હેલીપેડ પર ઉતરશે. ત્યારબાદ રોડ માર્ગે 11:30 કલાકે દાંતાથી અંબાજી માટે પ્રસ્થાન કરશે. ત્યારબાદ બપોરે 12:30 કલાકે મા જગતજનની અંબાના મંદિરમાં માતાજીના દર્શન કરી મા અંબાનો આશીર્વાદ મેળવશે. માતાજીના આશીર્વાદ મેળવ્યા પછી બપોરે 1:00 કલાકે ઇસ્કોન અંબેવેલીમાં વિશ્રામ કરશે. ત્યારબાદ બપોરે 3:00 કલાકે અંબાજીથી અમદાવાદ જવા માટે પ્રસ્થાન કરશે. આ સમગ્ર આયોજન પ્રવીણ કોટક ચેરમેન ઇસ્કોન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. તો પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી સાથે પ્રવીણ કોટક અંબાજીના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સાથે રહેશે.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ મીડિયાની મુલાકાતે

Back to top button