બનાસકાંઠા : ડીસાના થેરવાડામાં પિતાના ઘરે ચોરી કરી વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ ફરી ભાગી ગઈ
- યુવતી ડભોઇ પોલીસ મથકમાં ફરજ બજાવે છે
- લવ જેહાદનો ભોગ બની હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે
પાલનપુર : થોડા સમય અગાઉ “વિદેશ જાઉં છું” તેમ કહીને ડભોઈથી ભાગી ગયેલી અને બાદમાં પકડાઈ જતા મહિલા કોન્સ્ટેબલ ને ડીસાના થેરવાડા ગામે રહેતા તેના પિતા વતનમાં લઈ આવ્યા હતા. જે અહીંયા રહ્યા બાદ થોડા દિવસ પછી પિતાના ઘરેથી રોકડ અને દાગીના ચોરીને વિધર્મી પ્રેમી સાથે ફરીથી ભાગી ગયાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે તેણીના પિતાએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમની દીકરી અને વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે આ ઘટનામાં લવ જેહાદની આશંકા સેવવામાં આવી રહી છે.
આ અંગેની હકીકત એવી છે કે મૂળ થેરવાડા ગામમાં ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ચૌધરી ઈશ્વરભાઈ વણવીરભાઈ ની દીકરી મણી બહેન ચૌધરી ડભોઇ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તે તારીખ 16 જાન્યુ.’23 ના રોજ ગુમ થઈ ગઈ હતી. જેમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ના અભિપુરા ગામનો સદ્દામ સિકંદર ગરાસીયા સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે મણીબેન ચૌધરીને શોધી અને બાદમાં તેમના પરિવારજનોને સોંપી હતી. જેથી તેના પરિવારજનો દીકરી મણીબેનને વતનમાં થેરવાડા લઈ આવ્યા હતા. આ દરમિયાન 1 માર્ચ ’23 ના રોજ વહેલી સવારે મણીબેન ઘરમાં જોવા ના મળતા ડીસા તાલુકા પોલીસ મથકમાં ગુમ થયાની તેના પિતાએ જાણ કરી હતી. જો કે એક માસ બાદ ઘરમાં રૂપિયાની જરૂર પડતા તિજોરીના લોકરમાં રાખેલા રૂપિયા 12,000 રોકડા અને રૂપિયા 25,000 ની કિંમતની સોનાની બુટી જોવા મળી ન હતી. જ્યારે આ તિજોરીની ના લોકરની ચાવી પણ મણીબેન પાસે રહેતી હતી, એટલે તે ઘરમાંથી કુલ રૂ. 37હજારની ચોરી કરીને ફરીથી સદ્દામ સિકંદર ગરાસિયા સાથે ભાગી ગઈ હતી. જેને લઈને મણીબેનના પિતા ઈશ્વરભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકમાં તેમની દીકરી અને તેને ભગાડીને લઈ ગયેલા સદ્દામ ગરાસીયા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આમ ફરીથી મણીબેન ચૌધરી ભાગી જતા આ કિસ્સો ભારે ચર્ચાસ્પદ બની ગયો હતો.
લવ જેહાદની આશંકા
ડભોઇ પોલીસ મથકમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી અગાઉ તેની મોટી બહેનને “હું મારી મરજીથી વિદેશ જાઉં છું” તેઓ મેસેજ મોકલી વિધર્મી પ્રેમી સદ્દામ ગરાસીયા સાથે ભાગી ગઈ હતી. ત્યારે ડભોઇ પોલીસે શોધખોળ આદરીને મહારાષ્ટ્રના કોલ્હાપુર થી બંનેને પકડી પાડ્યા હતા. ત્યારે ઈશ્વરભાઈએ ‘લવ જેહાદ’ હેઠળ કાવતરું કરાયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા :ડીસાના વરનોડામાં 20 દિવસમાં 4 વાર ચોરી