28 મે 2023 : ધન રાશિના જાતકો બહાર કે બહારગામ જવાનું બને, જાણો તમારું આજનું રાશિફળ

  • મેષ:

    મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. આપના કામ અંગે દોડધામ- શ્રમ- ખર્ચ અનુભવાય. જો કે કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય.

  • વૃષભ :

    જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે.

  • મિથુન:

    સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. આપના કામમાં સતત દોડધામ વ્યસ્તતા રહે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. કોઇને કોઇ કામ રહે. જો કે કામનો ઉકેલ આવવાથી રાહત થાય.

  • કર્ક:

    આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે.

  • સિંહ:

    આપે તન - મન - ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક વાદ વિવાદથી સંભાળવું પડે. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાનો યોગ. આધ્‍યાત્‍મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ.

  • કન્યા:

    ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. આપના કામમાં ઉતાવળ કરવી નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય. ગૂઢ આર્થિક બાબતોમાં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ.

  • તુલા:

    આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, શિક્ષા, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. આપને માનસિક પરિતાપ - વ્યગ્રતા રહે. તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહીને તેનો ઉકેલ લાવી શકો.

  • વૃશ્ચિક:

    નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા થતી જાય. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. દેશ પરદેશના કામમાં પ્રગતી જણાય. આપના કામમાં ઉકેલ આવે.

  • ધનુ:

    આપના કાર્યની પૂર્તિ માટે બહાર કે બહારગામ જવાનું બને. મકાન સંબંધી સમસ્‍યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. દેશ- પરદેશના કામમાં આપને સાનુકુળતા મળી રહે.

  • મકર:

    ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. આપના કાર્યમાં ઘર- પરિવારનો સાથ-સહકાર મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

  • કુંભ:

    મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે.

  • મીન:

    આ સપ્તાહમાં કોઈ મોટું કામ થવાથી મન આનંદિત રહે. ભાગીદારીમાં આદર સત્કાર મેળવશો. દામપત્ય જીવનમાં સામાન્ય ખટપટ રહેવાના યોગ છે. સપ્તાહના અંત સુધી ટકરાવની સ્થિતિ પેદા થઈ શકે.

Back to top button