હેલ્ધી ફ્લર્ટિંગ કરી રહ્યા છો?: પહેલા વાંચી લો આ મહત્ત્વના રુલ્સ
- ફ્લર્ટિંગ હેલ્ધી હોઇ શકે છે, પરંતુ તમારે થોડુ ધ્યાન રાખવુ પડશે
- જો તમે કોઇ ગરબડ કરશો તો મુશ્કેલીમાં મુકાઇ જશો
- કોઇ પણ વ્યક્તિ સાથે ફ્લર્ટિંગ ક્યારેય ન કરતા
બોલિવુડની ફિલ્મો પ્રમાણે તો ફ્લર્ટિંગ એક કળા છે. આ કળા પણ દરેક વ્યક્તિને આવડતી નથી. જો તમે આ કામને યોગ્ય રીતે કરી શકો છો તો જ તમારુ કંઇ થઇ શકે છે. જો તમે તેમાં કોઇ પણ રીતે ગરબડ કરી દો છો તો તમે તકલીફમાં મુકાઇ શકો છો. તમે કોઇ પણ વ્યક્તિ સાથે ફ્લર્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો.
હેલ્ધી ફ્લર્ટિંગ માટે કેટલાક નિયમોનું પાલન કરો
1. તમારી ઉપર કામ કરો
ફ્લર્ટિંગ કરતા પહેલા તમારે તમારુ મુલ્યાંકન કરવુ જોઇએ. તમે કેવા દેખાવ છો. ખુદને 1થી 10ની વચ્ચે રેટિંગ આપો. આ માટે તમારે ઇમાનદાર રહેવુ પડશે. તમારે તમારી ઉપર કામ કરવાની જરૂર છે. કોઇ પણ છોકરી ત્યારે જ તમને હાં કહેશે જ્યારે તમારી પર્સનાલિટી સારી હશે. જો આમ નહીં હોય તો તમારી આ ભુલ તમને મજાક બનાવી દેશે.
2. કમ્ફર્ટેબલ લેવલ છે ખૂબ જરૂરી
હેલ્ધી ફ્લર્ટિંગ ત્યારે જ થઇ શકે છે જ્યારે કોઇ કોઇ છોકરી તમારી આસપાસ ખુદને કમ્ફર્ટેબલ અનુભવતી હોય. જો તમે આમ નથી કરી રહ્યા તો ફ્લર્ટ કરવાની ભુલ બિલકુલ ન કરતા. તમે આમ જ કોઇ છોકરી સાથે ફ્લર્ટ ન કરી શકો. આ કાયદાકીય ગુન બને છે. તમારે તેવી કોઇ પણ પ્રકારની હરકતથી બચવુ જોઇએ.
3.રસ્તામાં ચાલતા કોઇની પણ સાથે ફ્લર્ટ ન કરો
તમે રસ્તામાં આવતી જતી કોઇ પણ વ્યક્તિ સાથે ફ્લર્ટિંગ શરૂ નહીં કરી શકો. તમારે એ વાતનું ધ્યાન રાખવુ પડશે કે તમે કોની સાથે ફ્લર્ટ કરી રહ્યા છો. ક્યાંક તમે મુસીબતમાં ન મુકાઇ જાવ. કોઇ પણ છોકરીને એ વાત પસંદ પડતી નથી કે રસ્તામાં જતી કોઇ પણ વ્યક્તિ તેમની સાથે ફ્લર્ટ કરે. તમારે દરેક છોકરી સાથે વાત કરવાથી પણ બચવુ જોઇએ. ઓળખીતી છોકરી સાથે ફ્લર્ટ કરતી વખતે પણ તમારે તમારી મર્યાદાઓનો ખ્યાલ રાખવો જોઇએ.
આ પણ વાંચોઃ બદલજો તમારી બેડશીટ ધોવાની રીતઃ નહીંતો 2-3 ધુલાઇમાં જ થશે ખરાબ