કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલ

સૌરાષ્ટ્રના શિવરાજપુર બ્લ્યુ ફ્લેગ બીચ ઉપર જવાનું વિચારતા હોવ તો આ ન્યુઝ વાંચી લેજો

Text To Speech
  • જૂન અને જુલાઈ માસમાં બીચ પર નહાવા અથવા સ્વીમીંગ પર પ્રતિબંધ
  • યાત્રિક સુરક્ષા હેતુ લેવામાં આવ્યો નિર્ણય
  • ચોમાસામાં દરિયો તોફાની બનતો હોવાથી સતર્કતાના પગલાં લેવાયા

દેવભૂમિ દ્વારકામાં અનેક હરવા ફરવા લાયક સ્થળો આવેલા છે. તે પૈકીનું એક દ્વારકા નજીક આંતરરાષ્ટ્રીય ખ્યાતમાન શિવરાજપુર બ્લ્યુ ફ્લેગ બીચ આવેલું છે. આ બીચ ઉપર હાલના ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની પુષ્કળ ભીડ જોવા મળે છે. હાલની ગરમીની સીઝનમાં મોટા ભાગે સહેલાણીઓ નહાવા તથા બીચ એક્ટીવીટીઝ માટે આ બીચની મુલાકાત લેતાં હોય છે. દરમિયાન આગામી સમયમાં ચોમાસું શરૂ થતું હોય જેના લીધે દરિયાના પાણીમાં ભયજનક કરન્ટ જોવા મળતો હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક કલેક્ટરે યાત્રિકોની સલામતી હેતુ આગામી તા.1લી જૂન 2023થી 31મી જુલાઈ સુધી બે માસ સુધી શિવરાજપુર બીચ પર નહાવા તથા સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આદેશનો ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી

શિવરાજપુર બીચ માટે બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાનો ભંગ કરનાર સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતાં પી.એસ.આઈ. અથવા ઉપરના દરજ્જાના પોલીસ અધિકારી ભારતના ફોજદારી અધિનિયમ 1860ની ક્લમ 188 અન્વયે કાનુની કાર્યવાહી કરી શકશે. શિવરાજપુર બીચ ઉપરાતં દ્વારકાની ગોમતી નદીથી ભડકેશ્વર બીચ સુધીના દરિયાઈ કાંઠા વિસ્તારમાં પણ પાણીમાં કરન્ટ જોતાં યાત્રિકોની સલામતી માટે ગોમતી નદીમાં સ્નાન કરવા પર તંત્ર દ્વારા મનાઈ ફરમાવી છે.

Back to top button