ટ્રેન્ડિંગમનોરંજન

પિતા ઉર્ફી જાવેદને એટલો માર મારતા હતા કે અભિનેત્રી થઈ જતી બેહોશ!

Text To Speech

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ ભલે આજે વૈભવી જીવન જીવી રહી હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેનું જીવન નરકથી ઓછું નહોતું. પોતાની બોલ્ડનેસને કારણે ઉર્ફીએ માત્ર સમાજ અને સંબંધીઓના ટોણા જ સાંભળ્યા હતા એટલુ જ નહિં, પરંતુ તેના પોતાના પિતાના હાથે ઘણું ટોર્ચર પણ સહન કર્યુ હતું, જેનો તેણે ઘણી વખત ઉલ્લેખ પણ કર્યો છે. પિતાએ આપેલા એ ઘાના ડાઘ ભલે ઉર્ફીના શરીર પર ન હોય, પણ તેના મનમાં તે હજી પણ જીવંત છે. આ જ કારણ છે કે તેના પિતા સાથે ઉર્ફીનો સંબંધ હવે કંઈ ખાસ રહ્યો નથી.

urfi-2-hdnews

પિતાના મારથી ઉર્ફી બેહોશ થઈ જતી
તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેત્રીએ ફરીથી તેના પિતાના ત્રાસ વિશે વાત કરી અને જણાવ્યું કે તે તેને કેટલો માર મારતા હતા. રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટ શોમાં ઉર્ફીએ જણાવ્યું હતું કે ‘ક્યારેક માર એ હદે મારવામાં આવતો હતો કે, હું બેહોશ થઈ જતી હતી. તે માત્ર થપ્પડ જ નહોતા મારતા પણ ખરાબ રીતે પીટતા હતા. જ્યારે તમે બાળક હોવ છો, ત્યારે તમે લડી શકતા નથી અને તમારી અંદર ગુસ્સો સતત વધતો જાય છે.

urfi-3hdnews

ઉર્ફીનો ફોટો એડલ્ટ સાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો!
10 વર્ષ પહેલાનો એક કિસ્સો શેર કરતા ઉર્ફીએ કહ્યું કે ‘મેં સોશિયલ મીડિયા પર મારો એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં મેં ટ્યુબ ટોપ પહેર્યું હતું. કોઈએ તે ફોટો પોર્ન વેબસાઈટ પર અપલોડ કર્યો હતો. જો કે તે ફોટા સાથે કોઈ છેડછાડ કરવામાં આવી ન હતી, તે જેમ હતો તેમ જ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જ્યારે મારા પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે મને ખૂબ માર માર્યો હતો. જો કે તે મારી ભૂલ ન હતી, અપલોડ કરનારની ભૂલ હતી, હું તો વિક્ટિમ બની હતી.’

urfi-5hdnews

ઉર્ફીએ વધુમાં કહ્યુ કે, ‘મને કહેવામાં આવ્યું કે મેં પરિવારનું નામ બગાડ્યું છે. જ્યારે તેમણે ખરાબ રીતે મને ઢોર માર મારવાનું શરૂ કર્યું ત્યારે મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.’ તમને જણાવી દઈએ કે ઉર્ફી પોતાના પરિવાર દ્વારા કરવામાં આવેલા અત્યાચાર વિશે ભુતકાળમાં પણ ખુલીને વાત કરી ચૂકી છે.’

આ પણ વાંચો: વિકી કૌશલ સાથે સલમાનના બોડીગાર્ડે કર્યું આવું વર્તન, વિકીના ચાહકો થયા ગુસ્સે

Back to top button