ગુજરાત

પાણી માટે પોસ્ટ કાર્ડ અભિયાન : કરમાવદ તળાવમાં પાણી નાખવા પ્રધાનમંત્રીને 50 હજાર પોસ્ટ કાર્ડ લખવાનું શરૂ

Text To Speech

પાલનપુર: મહિલા ખેડૂતોએ ૧૯ જૂન રવિવારે પ્રધાનમંત્રીને પચાસ હજાર પોસ્ટકાર્ડ લખીને પાણી નાખવા રજુઆત કરી છે. આ બે તાલુકાના લોકો પાણી માટે છેલ્લા કેટલાક દિવસથી વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે.

પાણી માટે બે તાલુકાના લોકોનું આંદોલન
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોતરા ગામ નજીક આવેલા વિશાળ એવા કરમાવદ તળાવમાં પાણી નાખવા માટે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો જળ આંદોલન ચલાવી રહ્યા છે. આ પંથકના 125 થી વધુ ગામના લોકો જળ આંદોલનને લઈને આક્રમક જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ખેડૂતોએ પાલનપુર ખાતે એક વિશાળ મહારેલી યોજી હતી. જેમાં 20,000 ખેડૂતો ભાઈ-બહેનો અને લોકો જોડાયા હતા. જેમને રેલી સ્વરૂપે જઈને બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર માં પાણી નાખવા માટેની રજૂઆત કરી હતી.

આ સમયે એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી કે, જો પાણી નહીં નંખાય થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે. ત્યારે હવે મહારેલી બાદ 125 ગામના ખેડૂત – બહેનોએ તારીખ ૧૯ જૂન રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પચાસ હજાર પોસ્ટકાર્ડ લખી ને પાણી નાખવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી છે. આમ વડગામ અને પાલનપુર તાલુકામાં સિંચાઇ ના પાણીના મુદ્દે આંદોલન વેગવંતુ બન્યું છે.

Back to top button