અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદના વાતાવરણમાં આવ્યો અચાનક પલ્ટો, વીજળીના કડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

Text To Speech
  • અમદાવાદના વાતાવરણમાં આવ્યો અચાનક પલ્ટો
  • વીજળીના કડાકા સાથે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ
  • વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં

આજે સાંજે અમદાવાદમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવ્યો હતો. સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના ચાંદખેડા, સાબરમતી, પ્રહલાદ નગર, એસજી હાઈવે સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

બીજી બાજુ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મહત્વપૂર્ણ કહી શકાય એવી ગુજરાત ટાઈટન અને મુંબઈ ઈન્ડિયન વચ્ચેની મેચમાં પણ વરસાદ વિધ્ન બન્યો હતો. વરસાદ રોકાયા બાદ મેચ શરુ થઈ હતી. આજે જે ટીમ વિજેતા થશે તે રવિવારે ચેન્નાઈ સુપર કિંગની સામે ફાઈનલમાં ટકરાશે. અમદાવાદના આઈપીએલ રસિકો ચિંતામાં મુકાયા હતા.

સાંજે 6.30 થી આગામી 3 કલાક સુધી હવામાન વિભાગે આગાહી કરી હતી. જેમાં અમદાવાદના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે, તો ક્યાંક ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. પવનની ગતી 40 કિ.મી પ્રતિ કલાકની રહી શકે છે. હાલ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ શહેરમાં પોલીસ ચોકીમાં જ આરોપીએ કેમ કર્યો આપઘાત? પોલીસ શંકાના ઘેરામાં

Back to top button