ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરમાં જિલ્લા સંકલન- ફરિયાદ નિવારણ સમિતિની બેઠક, પ્રશ્નોનો જલ્દી નિકાલ લાવવા કલેક્ટરની સૂચના

Text To Speech
  • વિવિધ સરકારી વિભાગો વચ્ચે સુદ્રઢ આંતરીક સંકલન કરો : કલેક્ટર

પાલનપુર : પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો અને જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટર એ અધિકારીઓને તમામ જનપ્રતિનિધિઓ તથા પદાધિકારીઓને એમના પ્રશ્નોના જવાબ ઈમેલ પર અચૂક મળી જાય એની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

 
આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રસ્તાના કામો, પોલીસ વિભાગ સબંધિત પ્રશ્નો, સુજલામ સુફલામ જળ અભિયાન, તળાવો ખોદવાની કામગીરી, અનઅધિકૃત દબાણો, આઉટ સોર્સિંગથી કામ કરતા કર્મચારીઓના પ્રશ્નો, પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના, પીવાના પાણી, નગરપાલિકા વિસ્તારમાં સલામતી માટે સી.સી.ટી.વી. લગાવવા તથા પ્રિ-મોન્સૂનની કામગીરી સહિત વિવિધ પ્રશ્નો અંગે તેઓને પાઠવેલ જવાબ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. કલેકટર વરુણ કુમાર બરનવાલે તમામ પ્રશ્નોની સમીક્ષા કરી સરકારી વિભાગો વચ્ચેના આંતરીક સંકલનને સુદ્રઢ બનાવી જલ્દી પ્રશ્નોનો ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, અનિકેતભાઇ ઠાકર, અમૃતજી ઠાકોર, જીજ્ઞેશભાઇ મેવાણી, શ્રીમતી ગેનીબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર.એન.પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ.શેખ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : 10 નોટીસ ફટકારી છતાં રોડ ન બનાવ્યો, ડીસામાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

Back to top button