બનાસકાંઠા : ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા હોદેદારોની કરાઈ વરણી
- કાર્યકારી પ્રમુખ તરીકે જગદીશભાઈ મોદીની વરણી
પાલનપુર : શ્રી ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ દ્વારા પ્રમુખ ઇશ્વરલાલ સેવંતીલાલ કાનુડાવાલા તેમજ આજીવન ટ્રસ્ટી દેવચંદભાઇ ચમનલાલ હેરૂવાલા એ ટ્રસ્ટના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી તેમજ કાર્યકારી કારોબારીના સભ્યો હરેશભાઈ લક્ષ્મીચંદભાઈ પોપટીયા, પંકજભાઇ કંચનલાલ પાટલાવાલા, હિતેશભાઈ ડાહ્યાલાલ મહેસુરીયાની નિમણૂંક કરવામાં આવેલ છે. જગદીશભાઈ મોદી સમાજ ના પડતર પ્રશ્નોનોને વાચા આપવા શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશનમાં યશસ્વી કામગીરી કરીને ડીસા વેપારી એસોસિયેશનમાં અને બનાસકાંઠા તેમજ ગુજરાતના વેપારીભાઈ ને દરેક બાબતમાં સહકાર આપવા માટે તત્પર રહે છે. તેમજ સરકારના દરેક વિભાગમાં સક્રીય રીતે દરેક પ્રશ્નનોનું નિરાકરણ કરવાની સક્રિયતા અને ડીસા નગરપાલીકાના સદસ્ય તરીકે સફળ નેતૃત્વ પુરૂ પાડી રહ્યા છે.
તેમની આ સક્રિયતાને ધ્યાને લઈને શ્રી ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજમાં પણ નેતૃત્વ પૂરું પાડવાની તક મળી છે. જોકે ઘણા લાંબા સમયથી કારોબારીની રચના થયેલ નહોતી, તેથી ઘણા પડકારો પણ છે. ત્યારે વિશાળ અનુભવથી મોદી સમાજને સફળતાપૂર્વક કામગીરી કરીને ઉચ્ચ સ્થાને લઈ જવા માટે મદદ મળશે. સમાજના દરેક અનુભવી ભાઈઓ અને બહેનોના સાથ સહકાર થી કામગીરી કરવાની કુશળતા પણ ધરાવે છે.જેથી મોદી સમાજ ગુજરાત તેમજ ભારતમાં સ્વચ્છ છબી તરીકે ઉપસી આવશે તેવી કામના સમાજના આગેવાનોએ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : બદલાયો મોસમનો મિજાજ : જિલ્લામાં ધૂળની ડમરીઓથી વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતા જોવા મળી