ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજીના પાન્સા પાસે વનરાજી રિસોર્ટનું કથિત દબાણ દૂર કરવાનો આદેશ

Text To Speech
  • રિસોર્ટના દબાણ મુદ્દે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં થઈ હતી રજૂઆત
  • ડી.એલ. આર.ને જમીન માપણી કરી દબાણ હોય તો દૂર કરવા જણાવાયું

પાલનપુર : અંબાજી નજીક પાનસા ગામે આકાર પામેલ રિસોર્ટના સંચાલકો દ્વારા જંગલ વિભાગની જમીનનું કથિત દબાણ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત થવા પામી હતી. જ્યા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ડી. એલ. આર. કચેરી દ્વારા જમીન માપણી કરી દબાણ હોય તો દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ કચેરીની કામગીરી સામે અનેક આશંકાઓ જન્મી છે.બાલારામ અંબાજી વન્ય અભ્યારણ્ય વિસ્તારને અડીને આવેલ અંબાજી નજીકના પાનસા ગામની સીમના વિશાળ સંકૂલમાં વનરાજી રિસોર્ટ આકાર પામ્યું છે. જંગલ વિસ્તારમાં નિર્માણ પામેલ લક્ઝ્યુરિયસ રિસોર્ટના સંચાલકો દ્વારા જંગલની જમીન પર દબાણ કરી કથિત પાકું બાંધકામ કર્યો હોવાનો આક્ષેપ અને ફરિયાદ એનએસયુઆઈના પ્રમુખ ભવાનીસિંહ દ્વારા છેલ્લા સાત માસથી જંગલ વિભાગમાં કરવામાં આવી હતી. તેમ છતાં વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી ન થવાને કારણે દાંતામાં જીલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત થવા પામી હતી. જ્યાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વન વિભાગના અઘિકારીને તાત્કાલિક ડી.એલ.આર. કચેરી દ્વારા જમીન માપણી કરી જો દબાણ હોય તો દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેને લઈને અંબાજી વન વિભાગ ઉત્તર રેન્જની કચેરીની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

આ પણ વાંચો : આફતની આગાહી : બનાસકાંઠા જિલ્લામાં 28 થી 30 મે દરમિયાન માવઠાની આગાહી

Back to top button