ઇન્ડિપેન્ડેન્ટ વુમન સાથે ડેટ કરવી પણ સરળ નથીઃ જાણો કેમ?
- એક ઇન્ડિપેન્ડેન્ટ વુમન આત્મવિશ્વાસી, મજબૂત ઇરાદા ધરાવતી હોય છે
- એક ઇન્ડિપેન્ડેન્ટ વુમન તરફ હંમેશા પુરુષો આકર્ષાય છે, પરંતુ તેને હેન્ડલ કરવી ઇઝી નથી
- એક આત્મનિર્ભર મહિલાને પણ રિલેશનશિપમાં કેટલીક અપેક્ષાઓ હોય છે
આજના સમયમાં છોકરો હોય કે છોકરી દરેક વ્યક્તિ રિલેશનશિપમાં રહેવા ઇચ્છે છે. કોઇ પણ વ્યક્તિ સાથે ડેટ કરવી એક્સાઇટિંગ ફિલિંગ તો હોય છે, પરંતુ જ્યારે તમે ઇન્ડિપેન્ડેન્ટ વુમનને ડેટ કરી રહ્યા હો તો તમારે ઘણુ બધુ ધ્યાન રાખવુ પડે છે. તમારા માટે ઘણી વસ્તુઓને હેન્ડલ કરવી થોડી ટ્રિકી બની જાય છે. એક ઇન્ડિપેન્ડેન્ટ વુમન આત્મવિશ્વાસી, મજબૂત ઇરાદા ધરાવતી અને સ્વતંત્ર હોય છે. તે પોતાના નિર્ણયો જાતે લેતી હોય છે.
આવા સંજોગોમાં તેની સાથે રિલેશનશિપમાં રહેવુ સરળ હોતુ નથી. એક ઇન્ડિપેન્ડેન્ટ વુમન તરફ હંમેશા પુરુષો આકર્ષાય છે. જોકે રિલેશનશિપમાં આવ્યા બાદ તેઓ સમજી શકતા નથી કે શું કરવુ જોઇએ અને તેને તમારી પાસેથી શું અપેક્ષાઓ હોય છે. આ કારણે સંબંધોમાં સમસ્યાઓ આવે છે. તો જેન્ટ્સ આત્મનિર્ભર સ્ત્રી સાથે રિલેશનશિપમાં આવતા પહેલા આટલી કાળજી રાખજો
સ્વતંત્રતાની રિસ્પેક્ટ કરો
એક ઇન્ડિપેન્ડેન્ટ વુમનની વિચારવાની, કોઇ પણ વસ્તુઓને જોવાની, જિંદગીને જીવવાની અલગ રીત હોય છે. તેનો દ્રષ્ટિકોણ અલગ હોય છે. જો તમે એક ઇન્ડિપેન્ડેન્ટ વુમનને ડેટ કરી રહ્યા હો તો તમારે તેની આત્મનિર્ભરતાને સન્માન આપવુ પડશે. તેના માટે ફ્રીડમ મહત્ત્વની હોય છે. તમે કોઇ પણ વ્યક્તિ પર તમારા નિર્ણયો થોપવાની કોશિશ નહીં કરી શકો. તેના કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે. તમારે તેમને જતાવવુ પડશે કે તમે તેની આત્મનિર્ભરતાને સન્માન આપી રહ્યા છો.
સ્પેસ આપવી પણ છે જરૂરી
એક ઇન્ડિપેન્ડેન્ટ વુમનનું પોતાનુ એક સર્કલ હોય છે. આવી મહિલાઓ પોતાની સ્પેસમાં કોઇનો પણ હસ્તક્ષેપ સહન કરી શકતી નથી. આવી મહિલાઓ સાથે જો તમે રિલેશનશિપમાં હો તો તમારે તેમની પુરેપુરી સ્પેસ આપવી પડશે. જો તે એકલી અથવા તો તેના મિત્રો સાથે સમય વિતાવવા ઇચ્છે તો તમને પ્રોબલેમ ન હોવો જોઇએ. તમે તેમની પર આખો સમય તમારી સાથે વિતાવવાનું દબાણ ન નાખી શકો.
સંબંઘોમાં સમાનતા હોવી જોઇએ
ઇન્ડિપેન્ડેન્ટ વુમન જુના વિચારો કે રીતરિવાજોને માનતી નથી. તેના મત મુજબ કમાવવાની જવાબદારી ફક્ત પુરુષોની હોતી નથી. તે પોતાના સંબંધોમાં બરાબરી ઇચ્છે છે. પછી તે ઘરનું કામ હોય કે ફાઇનાન્શિયલ જવાબદારી હોય. જો તમે ઇન્ડિપેન્ડેન્ટ વુમન સાથે ડેટ કરી રહ્યા હો તો તમારે તેની સાથે સમાન સંબંધ રાખવો પડશે.
બદલવાની કોશિશ ન કરો
ઇન્ડિપેન્ડ વુમન એક કોન્ફિડન્ટ વ્યક્તિ હોય છે. તે એવા જીવનસાથી સાથે રહેવા ઇચ્છતી નથી જે તેને પોતાની મરજી પ્રમાણે ઢાળવા ઇચ્છે. તેને બદલવા ઇચ્છે. આમ કરવાથી તેને લાગે છે કે તેની આત્મનિર્ભરતા ખતમ થઇ ચુકી છે. આવા સંજોગોમાં તમે જ્યારે કોઇ ઇન્ડિપેન્ડેન્ટ વુમન સાથે ડેટ કરો તો તેનો એ રીતે સ્વીકાર કરો, જેવી તે છે. તેને બદલીને નહીં.
અહીં પણ વાંચોઃ મની પ્લાન્ટ સાથે ઘરમાં લગાવો આ નાનકડો પ્લાન્ટઃ નહિ રહે પૈસાની તંગી