મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પરકોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે.કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદીને 9 પ્રશ્નો પૂછ્યા છે. કોંગ્રેસ તરફથી અદાણી, ખેડૂતોની આવક બમણી કરવી, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર સવાલો પૂછવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ‘9 વર્ષ, 9 પ્રશ્નો’ની પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું કે શનિવારે કોંગ્રેસ દેશભરના 35 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
‘9 વર્ષ 9 પ્રશ્નો’ માટે એકપુસ્તિકા બહાર પાડી
કોંગ્રેસના કોમ્યુનિકેશનના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે આજે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી મોદી સરકારના નવ વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવ પ્રશ્નો પૂછવા માંગે છે. અમે એ જ ‘9 વર્ષ 9 પ્રશ્નો’ માટે એકપુસ્તિકાપણ બહાર પાડી રહ્યા છીએ.જયરામ રમેશે એક બહાર પાડીને કહ્યું કે, અમારી પાર્ટી પીએમ મોદીને નવ પ્રશ્નો પૂછી રહી છે, અમે જાણવા માંગીએ છીએ કે પીએમ મોદી આ સવાલોના જવાબ આપવા ક્યારે મૌન તોડશે.આ પ્રસંગે જયરામ રમેશે નવ વર્ષ નવ પ્રશ્નો નામની પુસ્તિકાનું વિમોચન કરતાકહ્યું કે, આ એ જ પ્રશ્નો છે જે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન વારંવાર પૂછ્યા છે.
કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસે છેલ્લા 9 વર્ષોને ભાજપ સરકારની નિષ્ફળતાના 9 વર્ષ ગણાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે આ 9 વર્ષ નિષ્ફળતાના છે. પાર્ટીએ કહ્યું કે આ 9 વર્ષ દેશ માટે દુઃખના છે. છેલ્લા 9 વર્ષમાં બંધારણ, લોકશાહી, ખેડૂતો, કુસ્તીબાજો સહિત દેશનો કોઈ પણ વર્ગ મોદીના હુમલાથી અછૂતો રહ્યો નથી. પીએમ મોદીએ દેશને દાયકાઓ પાછળ ધકેલી દીધો છે. આ નિષ્ફળતાના 9 વર્ષ છે.છેલ્લા 9 વર્ષમાં કરોડો યુવાનોની રોજગારી છીનવીને મોદી સરકાર વિશ્વમાં અગ્રેસર બની છે.
9 साल, 9 सवाल
मोदी सरकार को 9 साल हो गए। इस मौके पर PM मोदी से हमारे 9 सवाल हैं।
PM मोदी चुप्पी तोड़िए, जवाब दीजिए#NaakamiKe9Saal pic.twitter.com/FpQwVcV9IE
— Congress (@INCIndia) May 26, 2023
કોંગ્રેસે પૂછ્યા આ સવાલ
કોંગ્રેસે પૂછ્યું, ‘દેશમાં મોંઘવારી અને બેરોજગારી આસમાને કેમ છે?’ તેના પછીના પ્રશ્નમાં, પાર્ટીએ પૂછ્યું, ‘છેલ્લા 9 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કેમ નથી થઈ?’ ‘એવું કેમ છે કે અદાણીને ફાયદો કરાવવા માટે એલઆઈસી અને એસબીઆઈમાં લોકોના મહેનતની કમાણી દાવ પર લગાવવામાં આવી?
આ પણ વાંચો : નવા સંસદ ભવનના ઉદ્ઘાટન મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહી આ વાત