ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ
મની પ્લાન્ટ સાથે ઘરમાં લગાવો આ નાનકડો પ્લાન્ટઃ નહિ રહે પૈસાની તંગી
- સ્પાઇડર પ્લાન્ટ માત્ર વાસ્તુ નથી, જ્યોતિષ અને ફેંગશુઇમાં પણ તેને લકી માનવામાં આવે છે
- સ્પાઇડર પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે અને ઓક્સિજન છોડે છે
- ઘરના વાતાવરણને શુદ્ધ રાખવાની સાથે તે ઘર સજાવવાના કામમાં પણ આવે છે
મની પ્લાન્ટનો છોડ હંમેશા લોકો પોતાના ઘરમાં લગાવતા હોય છે, તેને વાસ્તુની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. તેના કારણે તમને અનેક ગણો લાભ થાય છે. સ્પાઇડર પ્લાન્ટ માત્ર વાસ્તુ નથી, પરંતુ જ્યોતિષ અને ફેંગશુઇમાં પણ તે ભાગ્યશાળી માનવામાં આવે છે. સ્પાઇડર પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે અને ઓક્સિજન છોડે છે. જે ઘરના વાતાવરણને શુદ્ધ રાખે છે અને તે ઘર સજાવવાના કામમાં પણ આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયુ છે કે સ્પાઇડર પ્લાન્ટ આસપાસ હોવાના કારણે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. મની પ્લાન્ટની સાથે જો સ્પાઇડર પ્લાન્ટ રાખવામાં આવે તો તમને અનેક ફાયદા મળી શકે છે. તો જાણો સ્પાઇડર પ્લાન્ટના બેનિફિટ્સ.
- સ્પાઇડર પ્લાન્ટને ઉત્તર, ઉત્તર-પુર્વ કે ઉત્તર-પશ્વિમ દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને ધન લાભ પણ થાય છે.
- સ્પાઇડર પ્લાન્ટ ઘરના વાસ્તુ દોષને પણ દુર કરે છે. આ પ્લાન્ટને દક્ષિણ અને પશ્વિમ દિશામાં ન લગાવો નહીં તો તેનું ખરાબ ફળ મળી શકે છે.
- જો તમે ઘરની અંદર લિવિંગ એરિયા, કીચન, બાલકની કે સ્ટડી રૂમમાં તેને લગાવો છો તો તે ઘરની નકારાત્મક ઉર્જાને ગ્રહણ કરી લે છે અને પરિવારના સભ્યોમાં પ્રેમ ટકેલો રહે છે.
- સ્પાઇડર પ્લાન્ટ ઘરમાં લગાવવાથી સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ઘટી જાય છે. તે તણાવ અને નિરાશાને દુર કરીને જીવનમાં ખુશી લાવે છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
- સ્પાઇડર પ્લાન્ટ એર પ્યુરિફાયરનું કામ કરે છે. તે ઘરની હવાને શુદ્ધ રાખે છે. તમે તેને કોઇ પણ વાસણમાં રાખી શકો છો. તે હવામાં રકહેલા 95 ટકા ઝેરીલા પદાર્થોને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે.
- નોકરી કે વેપારના સ્થળે સ્પાઇડર પ્લાન્ટ રાખવાથી સારો માહોલ રહે છે. આસપાસ પોઝિટીવીટી રહે છે. મની પ્લાન્ટની સાથે આ પ્લાન્ટ પણ રાખવામાં આવે તો કરિયરમાં બઢતી મળે છે. કામકાજમાં આવતી અડચણ દુર થાય છે.
આ પણ વાંચોઃ જાણો કેવી હોય છે Y કેટેગરીની સુરક્ષા અને કોને આપવામાં આવે છે