IPL-2023અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમાં મેચને પગલે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, પ્રેક્ષકોને નહીં પડે મુશ્કેલી

Text To Speech

અમદાવાદમા IPL મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં આજે અને 28મેએ IPLની મેચ છે. જેને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. નવા સમય મુજબ સવારે 7થી રાત્રિના 1:30 વાગ્યા સુધી ટ્રેન દોડાવાશે.

GMRCએ બહાર પાડી સ્પેશિયલ પેપર ટિકિટ

મેચને લઈને મેટ્રોમાં ફેરફાર કરવાની સાથે GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. અને તેમાં ટિકિટનો દર વ્યક્તિ દીઠ રૂપિયા 25 નક્કી કરાયો છે.મુસાફરોનો ઘસારો ટાળવા પેપર ટિકિટ એડવાન્સમાં મેળવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરવામા આવી છે. ટ્રેનના નિયત સમય કરતાં પહેલાં મુસાફરો સ્ટેશન ઉપરથી પેપર ટિકિટ મેળવી શકશે.

અમદાવાદ મેટ્રો (-humdekhengenews

IPL 2023માં આજે ક્વોલિફાયર-2ની મેચ

IPL 2023માં આજે ક્વોલિફાયર-2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આજે IPLની પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થશે.આજે જે ટીમ જીતશે તે ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે જ્યારે હારેલી ટીમની સફર ત્યાં જ પુરી થશે. IPLની આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની ટિકિટ હાઉસ ફુલ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં પ્રક્ષકો મેચ જોવા આવી શકે તેવો અંદોજો છે ત્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : SPG માટે નવા નિયમોઃ હવે નેતૃત્વ માટે ADGની નિમણૂક થશે, જાણો કેવી રીતે કામ કરશે

Back to top button