ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 7 સહિત દેશભરમાં 25 સ્થળે EDના દરોડા

  • વિવિધ દેશોમાં રૂ.4,000 કરોડના ગેરકાયદેસર રેમિટન્સના કેસ
  • ગેમિંગ વેબસાઇટ્સ મારફતે સામાન્ય લોકો પાસેથી ભંડોળ મેળવતા
  • વિદેશોમાં નોંધાયેલી વેબસાઈટ્સ, ઓનલાઈન ગેમિંગ કંપની પર સકંજો

ગુજરાતમાં 7 સહિત દેશભરમાં 25 સ્થળે EDના દરોડા પડ્યા છે. જેમાં વિદેશોમાં નોંધાયેલી વેબસાઈટ્સ, ઓનલાઈન ગેમિંગ કંપની પર સકંજો કસવામાં આવ્યો છે. હવાલાથી રૂ.4,000 કરોડના રેમિટન્સ મામલે EDએ તપાસ વિસ્તારી છે. તથા ગેરકાયદેસર રેમિટન્સના કેસમાં તપાસનો વ્યાપ વિસ્તાર્યો છે.

વિવિધ દેશોમાં રૂ.4,000 કરોડના ગેરકાયદેસર રેમિટન્સના કેસ

એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેમિંગ કંપનીઓ મારફતે ભારતમાંથી કુરાકાઓ, માલ્ટા અને સાયપ્રસમાં જેવા ટાપુ દેશોમાં રૂ.4,000 કરોડના ગેરકાયદેસર રેમિટન્સના કેસમાં તપાસનો વ્યાપ વિસ્તાર્યો છે અને હવે EDની તપાસમાં ગુજરાત સહિત પાંચ રાજ્યોને આવરી લેવાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવાર અને મંગળવાર એમ બે દિવસના સર્ચ અદરમિયાન ફોરેનએક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) 1999ની જોગવાઈઓ હેઠળ ગુજરાત સહિત ભારતમાં 25 જગ્યાઓ પર સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુજરાતમાં સાત જગ્યાઓ પર દરોડા પાડયા હતા.

દિલ્હીમાં 11, મહારાષ્ટ્રમાં 4, મધ્યપ્રદેશમાં બે અને આંધ્રપ્રદેશમાં એક જગ્યાએ દરોડા

જ્યારે દિલ્હીમાં 11, મહારાષ્ટ્રમાં 4, મધ્યપ્રદેશમાં બે અને આંધ્રપ્રદેશમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. EDએ પાડેલા દરોડામાં વિદેશોમાં રજિસ્ટર્ડ ઓનલાઈન ગેમિંગ અને વેબસાઈટ કંપનીઓને ટાર્ગેટ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કુરાકાઓ, માલ્ટા અને સાયપ્રસ જેવા નાના ટાપુ દેશોમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓ અને વેબસાઈટ રજિસ્ટર્ડ થયેલી હોય છે અને આવી કંપનીઓ અને વેબસાઈટો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિમાં સંડોવાયેલી ન હોય તેવી પ્રોક્સી- ડમી વ્યક્તિઓના નામથી ભારતીય બેંક ખાતા ખોલવાનારા સાથે સંકળાયેલી હોય છે.

ગેમિંગ વેબસાઇટ્સ મારફતે સામાન્ય લોકો પાસેથી ભંડોળ મેળવતા

ગેમિંગ વેબસાઇટ્સ મારફતે સામાન્ય લોકો પાસેથી એકત્ર કરાયેલું ભંડોળ એક કરતાં વધુ બેંક એકાઉન્ટ્સ મારફતે માલસામાન અને સર્વિસીસની આયાતની ચૂકવણી માટે ખોટી રીતે જાહેર કરાયેલા હેતુના બહાને ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાની શંકા છે. રેસિંગ, રાઈડિંગ અથવા અન્ય કોઈ મોજશોખ મારફતે કરાયેલી આવકમાંથી આ પ્રકારે રેમિટન્સ કરવાનું FEMA હેઠળ પ્રતિબંધિત છે. EDએ આ સર્ચમાં મુખ્યત્વે આશિષ કક્કડ, નીરજ બેદી, અર્જુન અશ્વિન અધિકારી અને અભિજિત ખોટ સહિત અનેક હવાલા ઓપરેટરો સાથે સંકળાયેલી જગ્યાઓને ટાર્ગટ બનાવવામાં આવી હતી.

Back to top button