ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: પરિણીતાને બ્લેકમેલ કરનારો નરાધમ ભરાયો

Text To Speech
  • આ સંજોગોમાં અરજદારને જામીન આપી ન શકાય
  • આ કેસમાં આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બને છે – કોર્ટ
  • સોશિયલ મીડિયાના વધેલા પ્રસારના લીધે તેના દૂરપયોગ પણ વધ્યો

ઈન્સ્ટાગ્રામ પર મૈત્રી કરી પરિણીતાને બ્લેકમેલ કરનારના જામીન ફગાવાયા છે. આ કેસમાં આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બને છે તેમ કોર્ટે જણાવ્યું છે. તેમાં જામીન અરજી મિરઝાપુર કોર્ટે ફ્ગાવી દીધી છે. તેમજ શહેરમાં આ પ્રકારના ગુનાઓનુ પ્રમાણ વધ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં સર્વેનો આરંભ, વિકસિત વિસ્તારોમાં જંત્રીના ભાવો વધશે!

આ સંજોગોમાં અરજદારને જામીન આપી ન શકાય

અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ પર પરિણીતા સાથે મિત્રતા કરીને તેને બ્લેકમેઈલ કરનાર આરોપી જય ભરતભાઈ નાગરની જામીન અરજી મિરઝાપુર કોર્ટે ફ્ગાવી દીધી છે. કોર્ટનુ અવલોકન છે કે આ કેસમાં આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બને છે.

આ પણ વાંચો:  ગુજરાતના આ શહેરમાંથી 20 દિવસમાં 10 સાપ, 12 ઘો મળી 

સોશિયલ મીડિયાના વધેલા પ્રસારના લીધે તેના દૂરપયોગ પણ વધ્યો

હાલ સોશિયલ મીડિયાના વધેલા પ્રસારના લીધે તેના દૂરપયોગ પણ વધ્યો છે અને આ પ્રકારના ગુનાઓનુ પ્રમાણ વધ્યુ છે. આ સંજોગોમાં અરજદારને જામીન આપી ન શકાય. સુનાવણી દરમિયાન, સરકારી વકીલે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે વર્ષ 2021માં બોપલમાં રહેતી 27 વર્ષની પરિણિતાને આરોપી શુભમ નાગરે ઈન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલીને મિત્રતા કેળવેલી. આ પછી, આરોપીએ વર્ષ 2022માં પરિણીતા પાસેથી સોનુ માગીને તેમાં વધુ ઉમેરો કરીને આપવાની લાલચ આપેલી.

આ પણ વાંચો: ગુજરાતનાં જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો, આ શહેરમાં જળ સંકટ આવશે 

આ મુદ્દે પરિણીતાએ આરોપી પર વિશ્વાસ મુકીને તેને રૂ. 1.20 લાખના દાગીના આપેલા હતા. ત્યાર બાદ, આરોપીએ ફરીથી પરિણીતા પાસેથી સોનુ માગેલુ. આ સમયે, તેણે ધમકી આપેલ કે જો સોનુ આપીશ નહીં તો તારા પતિની હત્યા કરીશુ. જેથી, ડરી ગયેલી પરિણીતા પાસેથી આરોપીએ અલગ અલગ સમયે કુલ રૂ. 3.53 લાખના દાગીના પડાવી લીધેલા હતા.

Back to top button