ગરમી અને વાયુ પ્રદુષણથી વધી રહી છે આંખોની સમસ્યાઓઃ આ રીતે બચો
- આપણા શરીરમાં પ્રદુષણથી જો કોઇ અંગ સૌથી વધુ પ્રભાવિત થાય છે તો તે આપણી આંખો છે
- આંખો શરીરનું સૌથી કોમળ અંગ છે, તેથી તેની દેખભાળ માટે થોડુ ધ્યાન રાખવુ જોઇએ
- ગરમીમાં વાયુ પ્રદુષણ વધી જાય છે. તેના કારણે આંખો સંબંધિત અલગ અલગ તકલીફો થાય છે
આજના સમયમાં પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની રહ્યુ છે. પ્રદુષણના ઘણા કારણો છે. તેના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. આપણા શરીરમાં પ્રદુષણથી જો કોઇ અંગ સૌથી વધુ પ્રભાવિત થાય છે તો તે આપણી આંખો છે. વાયુ પ્રદુષણથી આમ તો હીટ સ્ટ્રોક, અસ્થમા, હ્રદય રોગ, ફેફસાનું કેન્સર સહિત શ્વસન સંબંધિત સમસ્યાઓ પણ વધી જાય છે. તેના કારણે આંખો સંબંધિત ઘણી બિમારીઓ થવાનો ખતરો વધી જાય છે. આ કારણે આંખોને ઓછુ દેખાવુ, દ્રષ્ટિ ધુંધળી હોવી કે આંખોની રોશની ચાલી જવી જેવી પણ સમસ્યા થઇ શકે છે.
ગરમીમાં પ્રદુષિત હવાની આંખ પર અસર
ગરમીની સીઝનમાં સખત તાપ અને વધતા તાપમાનના કારણે આપણા સ્વાસ્થ્ય પર અસર થાય છે. સૌથી વધુ અસર જો કોઇ અંગ પર પડતી હોય તો તે આંખો છે. તે શરીરનું સૌથી કોમળ અંગ છે. આ સીઝનમાં તેની દેખભાળ માટે કેટલાક પગલા ભરવા જોઇએ.
એર ક્વોલિટી ઇન્ડેક્સ પર ધ્યાન આપો
ગરમીમાં વાયુ પ્રદુષણ વધી જાય છે. તેના કારણે આંખોમાં જલન, રેડનેસ, ખંજવાળ, આંખોમાંથી પાણી નીકળવુ અને આંખમાં દુખાવો કે એલર્જી થઇ શકે છે. ડ્રાય આઇ સિન્ડ્રોમ અને આંખોની એલર્જી વાળા લોકોને સૌથી વધુ સમસ્યા થાય છે. આવા સંજોગોમાં તમારે સૌથી પહેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ ચેક કરવો જોઇએ અને આંખો પરથી સનગ્લાસ હટાવવા ન જોઇએ.
અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચો
આમ તો યુવી રેઇઝથી આપણે આખુ વર્ષ પરેશાન રહીએ છીએ, પરંતુ ગરમીઓમાં તેની અસર વધુ થાય છે. તેનાથી બચવા માટે આંખમાં સનગ્લાસ, માથા પર હેટનો ઉપયોગ કરો, યુવી રેઇઝથી બચવા માટે સનસ્ક્રીન લોશન જરૂર લગાવો.
આઇ ડ્રોપનો ઉપયોગ કરો
ગરમીમાં આંસુઓ સુકાઇ જાય છે. આ કારણે આપણી આંખ સુકાઇ જવાની શક્યતાઓ વધી જાય છે. એસીમાં બહુ વાર બેસવાથી પણ આ સમસ્યા થાય છે. આ સમસ્યાથી બચવા માટે આખો દિવસ પાણી પીતા રહો. તાપમાન વધુ ગરમ હોય તો વધુ લિક્વિડ પદાર્થોનું સેવન કરો. લુબ્રિકેટિંગ આઇડ્રોપન પ્રયોગ ડ્રાયનસ અને ડિહાઇડ્રેશન ઘટાડવામાં અને આંખોનો ભેજ જાળવી રાખવામાં મદદ કરશે.
એર પ્યુરીફાયરનો પ્રયોગ કરો
ગરમીના લીધે આંખોમાં એલર્જી અને બળતરા થઇ શકે છે. ગરમીમાં તમે બારીઓ બંદ કરીને એરપ્યુરીફાયરનો ઉપયોગ કરી શકો છો. નિયમિત રીતે ઇનડોર સ્થાનો પર સાફ-સફાઇ કરો જેથી એલર્જીના સંપર્કને ઘટાડી શકાય. તેના કારણે આંખોની એલર્જીના લક્ષણોને ઘટાડી શકાય છે.
આ પણ વાંચોઃ સુર્યનું રોહિણી નક્ષત્રમાં ગોચરઃ આ પાંચ રાશિઓની ચમકશે કરિયર