ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

મહેમાનોને ભોજન કરાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો

  • મહેમાનોની સેવા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે
  • અતિથિઓનો આદર સત્કાર કરવો પુણ્યનું કામ છે
  • ઘરમાં કોઇ માંગલિક કાર્ય હોય તો મહેમાનો વગર તે પુરુ થતુ નથી

આપણા ત્યાં અતિથિ દેવો ભવઃ કહેવામાં આવે છે અથાર્ત અતિથિને દેવ સમાન માનવા જોઇએ. શાસ્ત્રો અને પુરાણોમાં મહેમાનોને જમાડવા અને આદર સત્કાર અંગે જાણકારી અપાઇ છે. એવુ કહેવાય છે કે મહેમાનોની સેવા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઘરમાં કોઇ માંગલિક કાર્યક્રમ હોય તો મહેમાનો વગર તે પુરુ થતુ નથી. મહેમાનોના સત્કારનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યુ છે કે અતિથિઓનો આદર સત્કાર કરવો પુણ્યનું કામ છે. તેનાથી દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે. જાણો મહેમાનોના જમાડતી વખતે તેમના આદર-સત્કારમાં કઇ બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ.

મહેમાનોને ભોજન કરાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો hum dekhenge news

આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો

  • શિવપુરાણમાં જણાવાયુ છે કે જો ઘરે કોઇ મહેમાન આવે તો સાફ મનથી તેમનો આદર સત્કાર કરવો જોઇએ. તેમને ભોજન કરાવતી વખતે કોઇ ખરાબ વિચાર ન આવવો જોઇએ. આ કાર્યથી પુણ્ય કર્મમાં વૃદ્ધિ થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે.
  • ઘરમાં આવેલા અતિથિ માટે હંમેશા મધુર વાણીનો પ્રયોગ કરવો જોઇએ. ક્યારેય ગુસ્સામાં આવીને અતિથિનું અપમાન ન કરવુ જોઇએ. બહારની વ્યક્તિ જો તમારા ઘરમાં આવે તો દેવતાઓની જેમ આદર સત્કાર કરવો જોઇએ. આમ કરવાથી ઘરમાં ધન ધાન્યની કમી સર્જાતી નથી.
  • મહેમાન ભગવાન સમાન હોય છે. જે રીતે ભગવાનની સેવા અપવિત્ર શરીરથી કરાતી નથી. તે રીતે મહેમાનની સેવા પણ તેમ ન કરવી જોઇએ. મહેમાનને ભોજન કરાવો ત્યારે તમારુ શરીર શુદ્ધ હોવુ જોઇએ.

મહેમાનોને ભોજન કરાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો hum dekhenge news

  • શિવપુરાણ અનુસાર ઘરે કોઇ મહેમાન આવે તો તેમની સેવા અને સત્કાર કર્યા બાદ તમારા સામર્થ્ય અનુસાર ઉપહાર અવશ્ય આપવો જોઇએ. સારી ભાવના અને ખુશી-ખુશીથી અપાયેલી ગિફ્ટ હંમેશા સારુ ફળ આપે છે. આમ કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય છે. તમે ઉપહારમાં ધાર્મિક વસ્તુઓ પણ આપી શકો છો.
  • ઘરમાં આવેલા મહેમાનને જમાડતી વખતે વાસ્તુની દિશાનું પણ ધ્યાન રાખવુ જોઇએ. મહેમાનને પશ્વિમ કે દક્ષિણ દિશામાં બેસાડીને જ ભોજન કરાવવુ જોઇએ. તમે ખુદ ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન કરો. સાથે તુટેલા કે ગંદા વાસણમાં મહેમાનને ભોજન ન આપો.

આ પણ વાંચોઃ સાસુ-વહુના ઝઘડામાંથી આ રીતે આવો બહારઃ અપનાવો મજાની ટિપ્સ

Back to top button