બનાસકાંઠા: ડીસાના કાંટમાં DDOએ રાત્રી સભા યોજી ગ્રામજનોની રજૂઆતો અને ફરિયાદો સાંભળી
પાલનપુર: બનાસકાંઠાના ડીસા તાલુકાના કાંટ ગામે રાત્રીસભા યોજાઈ હતી. જેમાં કાંઠ ગામના લોકોની સમસ્યાઓ સાંભળી જિલ્લા વિકાસ અધિકારીએ યોગ્ય નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાઓ શું છે, તેનો કઈ રીતે ઉકેલ આવી શકે, અધિકારીઓ દ્વારા તેમની રજૂઆતને ધ્યાને લેવામાં આવે છે કે નહીં તે તમામ બાબતોથી અવગત થવા માટે ડીસાના કાંટ ગામે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં રાત્રીસભાનુ આયોજન કરાયું હતું. જેમાં ગામના આગેવાનોએ પાણીની સમસ્યા દૂર કરવા તળાવમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરી તેમાં પાણી ભરવા માટે રજૂઆત કરી હતી.
સરકારી લાભ, સહાય અને યોજનાઓ અંગે માહિતગાર કર્યા
જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામજનોની પાણી સહિતન પ્રશ્નો, સમસ્યાઓ અને મુશ્કેલીઓ સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેની બાંહેધરી આપી હતી. સાથે સાથે સરકાર તરફથી મળતા લાભો, સુવિધા અને યોજનાઓ અંગે પણ ગ્રામજનોને વાકેફ કર્યા હતા અને ખેડૂતોને પણ ખેતીમાં મળતી સહાય અને યોજનાઓની પૂરી જાણકારી આપી હતી. આ રાત્રીસભામાં ગામના યુવા અગ્રણી જયંતિજી ઠાકોર, નવીન પરમાર, ધર્મેન્દ્ર સોલંકી, આનંદ ચૌધરી, હિતેશ ચૌધરી, શંભુજી ઠાકોર, ચમનજી ઠાકોર,બાબુ દેવીપૂજક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :બનાસકાંઠા: 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે