લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠન માળખામાં મોટો ફેરફાર, રાજ્યના 4 શહેર પ્રમુખની કરાઈ બદલી


લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠન માળખામાં મોટો ફેરફાj કરવામા આવ્યા છે. પાર્ટી દ્વારા 4 શહેર પ્રમુખની બદલી કરવામા આવી છે. જેમા રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, કચ્છ અને મોરબી જિલ્લાના નવા પ્રમુખની નિમણૂક કરવામા આવી છે.
ભાજપ દ્વારા 4 શહેર પ્રમુખની બદલી, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, કચ્છ અને મોરબી જિલ્લા પ્રમુખ નવા નીમાયા છે. જેમાં રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીના સ્થાને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મુકેશ દોશીની નિમણૂક કરવામા આવી છે. જ્યારે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા નિમાયા છે. તેમજમોરબીના નવા પ્રમુખ રણછોડ દલવાડી અને કચ્છના નવા પ્રમુખ દેવજી વરચંદની નિમણૂક કરવામા આવી છે. અને તેઓને તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી દેવામા આવી છે.
આ પણ વાંચો : નડિયાદ : શિક્ષકના બંધ મકાનમાં ત્રસ્કરો ત્રાટક્યા, વિદ્યાર્થીઓના ફી પેટે આવેલા નાણાં સહિત 6.94 લાખની ઉઠાંતરી