એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત બોર્ડ ધો.10નું પરીણામ જાહેર, ગત વર્ષ કરતા 0.56 ટકા ઓછુ, 64.62 % રિઝલ્ટ આવ્યું

Text To Speech
  • વેબસાઈટ ઉપર ઓનલાઈન તથા વોટ્સએપ પરથી જાણી શકાશે
  • ગુજરાતી માધ્યમનું 62.11 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
  • અંગ્રેજી ભાષાનું 81.90 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી 9.50 લાખ વિદ્યાર્થીઓએ આપેલી પરિક્ષામાંથી 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ ઓનલાઈન બોર્ડની વેબસાઈટ www.gseb.org તેમજ 63573 00971 વોટ્સએપમાંથી મેળવી શકાશે. આ પરિણામ જાહેર થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા શિક્ષણમંત્રી દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

કેટલા વિદ્યાર્થીઓ ક્યાં વર્ગમાં પાસ થયા ?

ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં કુલ 9.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. 64.62 ટકા પરિણામ રહ્યું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ 76.45 ટકા સાથે ટોપ પર રહ્યો છે. દાહોદ જિલ્લાનું માત્ર 40 ટકા પરિણામ જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછું 11.94 ટકા પરિણામ રહ્યું છે. 157 શાળાઓ એવી જેનું શૂન્ય ટકા પરિણામ છે. ગુજરાતી માધ્યમનું 62.11 ટકા, અંગ્રેજી માધ્યમનું 81.90 ટકા પરિણામ રહ્યું છે. આ વચ્ચે 6, 111 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવ્યો છે. 44, 480 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તેમજ 272 શાળાઓ રાજ્યની એવી છે જેનું પરિણામ 100 ટકા રહ્યું છે.

માર્કશીટ આવતા સપ્તાહે મળી શકે છે

ધો.10 બોર્ડનું ઓનલાઈન પરિણામ જાહેર થયા બાદ હવે વિદ્યાર્થીઓ માર્કશીટ માટે ઉતાવળા થયા છે ત્યારે શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ સંભવતઃ આવતા સપ્તાહની શરૂઆતમાં માર્કશીટ આપવાની શરૂઆત કરવામાં આવશે. જો કે હાલ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ઓછા માર્ક મેળવનાર કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે

બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ બાદ કેટલાક વિદ્યાર્થીઓને ધાર્યા કરતાં ઓછા માર્ક મળ્યા હોય અથવા તેઓ કોઈ વિષયમાં નાપાસ થયા હોય તો તેમના દ્વારા ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. આ ઉપરાંત પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવા સૂચના આગામી દિવસોમાં અપાશે. જેમાં પૂરક પરીક્ષા-2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી એવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

Back to top button