ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને Y+ કેટેગરીની સુરક્ષા, કેન્દ્રની મંજૂરી

Text To Speech

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ધમકીઓ મળ્યા બાદ પીઠાધીશ્વર મહારાજની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીને Y+ કેટેગરીની સુરક્ષા મળી છે.

Y+ કેટેગરીની સુરક્ષા

Y કેટેગરીની સુરક્ષામાં 1 અથવા 2 કમાન્ડો અને પોલીસ કર્મચારીઓ સહિત 8 જવાનનું સુરક્ષા કવચ આપવામાં આવે છે. સુરક્ષા તરીકે બે પર્સનલ સિક્યુરિટી ઓફિસર્સ (પીએસઓ) પણ આપવામાં આવે છે. ભારતમાં આ કેટેગરીની સુરક્ષા મેળવનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે.

VIPને સુરક્ષા કોણ આપે છે?

ભારતમાં VVIP લોકોને ઘણી સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. જેમાં SPG, NSG, ITBP અને CRPF જેવી એજન્સીઓ સામેલ છે. આ સિક્યોરિટી લેવા માટે સરકારને અરજી આપવી પડે છે, ત્યારબાદ ગુપ્તચર એજન્સીઓ વ્યક્તિ પરના ખતરાનું મૂલ્યાંકન કરે છે અને તે પછી જ સુરક્ષા નક્કી કરવામાં આવે છે. ગૃહ સચિવ અને મહાનિર્દેશક અને મુખ્ય સચિવની સમિતિ નક્કી કરે છે કે કઈ વ્યક્તિને કઈ સુરક્ષા આપવી.

Back to top button