બનાસકાંઠા : ભીલડી રેલવે સ્ટેશને ટ્રેનમાંથી વેપારીની રૂ. 28.50 લાખની દાગીના ભરેલી બેગ ચોરનાર ડીસાથી ઝડપાયો
પાલનપુર : રાજસ્થાનના વેપારીની રૂ. 28.50 લાખની દાગીના ભરેલી બેગ લઇ ફરાર શખ્સને ભીલડી રેલવે પોલીસે મંગળવારે ડીસાથી રૂ. 28.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. રાજસ્થાનના રિયા ગામના અને હાલ અમદાવાદ રહેતા કૈલાશભાઈ પીરદાનજી રાવ સાત વર્ષથી અમદાવાદ પટેલ કાગી કુરિયરમાં તેમની માલિકીની પીક-અપ ગાડી ભાડા પેટે ચલાવે છે. જ્યાં 24 એપ્રિલ-2023એ તેમની પાસે અગાઉ ડ્રાઇવર તરીકે કામ કરતા તેમના મિત્ર પાલનપુરના આનંદ ગોવિંદભાઇ પઢીયાર (માળી) જે રાજસ્થાન મિત્ર સાથે જવા નીકળ્યા હતા. તે દરમિયાન બેગમાં રહેલા સોના – ચાંદીના પર દાનત બગડી હતી. જ્યાં ધંધામાં નુકશાન થતાં દેવામાં હતો જ્યાં પ્લાન ઘડી સાબરમતી – જોધપુર ટ્રેન ભીલડી ઉભી રહેતા ત્યાં કૈલાશભાઇ પીરદાનજી રાવ શૌચક્રિયા કરવા જતા આનંદ સોના–ચાંદીના તેમજ કપડાં ભરેલી બેગ લઇ રફુચક્કર થઇ ગયો હતો.
આ અંગે કૈલાશભાઇ પીરદાનજી રાવએ ભીલડી રેલ્વે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભીલડી રેલ્વે આઉટ પોલીસના કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી કે આરોપી આનંદ ગોવિંદભાઇ પઢીયાર (માળી) ડીસા હાઇવે બ્રિજ પાસે મંગળવારે આવવાનો હોવાથી વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં સોનાના પાંચ બિસ્કિટ 500 ગ્રામ રૂ. 25,37,405, દસ સફેદ ચાંદીની 500-500 ગ્રામની ડગળી 3,12,600 મળી કુલ રૂ. 28,50,005 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી કોર્ટમાં રજુ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1 કરોડથી વધુનું દાન મંદિરને મળ્યું, 50 હજારથી ભક્તોએ દર્શનનો લાભ લીધો