ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1 કરોડથી વધુનું દાન મંદિરને મળ્યું, 50 હજારથી ભક્તોએ દર્શનનો લાભ લીધો

Text To Speech
  • જેથી-ઉમરકોટ ગામમાં મહાદેવનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પાલનપુર : અમીરગઢ તાલુકાના જેથી ગામમાં આવેલા દેવડુંગરીનાં મહંત શ્રી 1008 રાજેન્દ્રગીરીજી મહારાજના સાનિધ્યમાં શ્રી મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસમાં 1 કરોડથી વધુ દાન મંદિરને મળ્યું હતું. તેમજ 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

અમીરગઢના જેથી-ઉમરકોટ ગામના સાનિધ્યમાં 20 થી 22 મે દરમિયાન શ્રી મહાદેવનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધી, અગ્નિ સ્થાપન, પંચાગ કર્મ, ગણપતિ પૂજન, દેવોનું આહવાન કરાયું હતું. જ્યારે બીજા દિવસે રવિવારના રોજ સવારે સ્થાપિત દેવોનું પૂજન – અન્તાધિવાસ, જળયાત્રા, શોભાયાત્રા, ફૂલેકુ વરઘોડો સાંજે 7 વાગ્યે પૂજન આરતી, સ્નપન વિધિ, રાત્રે સંતવાણી તથા લોક ગાયિકા ગીતાબેન રબારી દ્વારા લોક ડાયરો યોજાયો હતો. તેમજ સોમવારે સ્થાપિત દેવોનું પૂજન, શ્રી શિવ પંચાયત દેવ, પ્રાણ પ્રતિષ્ઠા શુભ મુહૂર્ત વગેરે કાર્યક્રમોની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્રણ દિવસમાં 1 કરોડથી વધુ દાન મળ્યું હતું.

આ પણ વાંચો : એક મિનિટમાં સામાન્ય સભા પૂર્ણ કરી દેવાઈ : વિકાસ નકશો ન બતાવાતા પાલનપુર પાલિકામાં વિપક્ષે કર્યું વોકાઉટ

Back to top button