ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા પંથકમાં ફરી માવઠાનો કહેર ,ખેડૂતો થયા ચિંતિતિ

Text To Speech

પાલનપુર : ડીસા સહિત ઉત્તર ગુજરાત કાળજાળ ગરમી અને બફારાનું પ્રમાણ કેટલાક દિવસથી વધી ગયું હતું. તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતુ વાદળછાયા વાતાવરણના કારણે સવારથી જ ઉકળાટ ભર્યુ વાતાવરણ રહેતા અને પરસેવો પાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે બુધવારે સાંજે સાત વાગે ધૂળ સાથે પવનની ડમરી ઉડી હતી.

અને એકા એક વરસાદનું ઝાપટું વરસવું શરૂ થયું હતું. આમ ડીસા પંથકના આકાશી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આકાશમાં ગોરંભાયેલા વાદળના ગડગડાટ સાથે વરસાદ વરસ્યો હતો. જેથી શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી રેલાયા હતા. વરસાદી માહોલ સાથે એકાએક આવેલા બદલાવથી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપ સામે ખાતર કૌભાંડને લઈ ફરિયાદ

Back to top button