ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીલાઈફસ્ટાઈલવર્લ્ડ

બોસ હોય તો આવો! કંપનીની 25મી વર્ષગાંઠ પર કર્યુ 30 કરોડનું ઈનામ વિતરણ, કર્મચારીઓની પત્ની અને બાળકોને પણ આપ્યા ગિફ્ટ!

આપણામાંના ઘણા લોકો સવારે 9 થી સાંજના 6 વાગ્યાની પોતાની રોજિંદી નોકરીથી ખુશ નથી. ઘણા લોકોને લાગે છે કે તેઓ કંપની માટે જેટલી મહેનત કરે છે તે પછી તેમને યોગ્ય પગાર કે બોનસ નથી મળતું. ઘણા લોકોને એવું પણ લાગે છે કે કંપનીના માલિકો કે અધિકારીઓ ફક્ત તેમનું લોહી ચૂસવા માટે જ બનાવવામાં આવ્યા છે. જો કે, યુનાઈટેડ આરબ અમીરાતના શારજાહ સ્થિત એરીઝ ગ્રુપ ઓફ કંપનીઝ વિશે જાણ્યા પછી તમારો અભિપ્રાય ચોક્કસપણે બદલાઈ શકે છે. આ કંપનીએ પોતાના કર્મચારીઓને 30 કરોડની ભેટ આપી છે. જી હા, વાંચો આ અહેવાલ…….

Sohanroy-hdnews
Aries Group of Companiesના માલિક અને CEO સોહન રોય

એરીજ ગ્રુપ ઓફ કંપનીઝના માલિક સોહન રોયે તેમની કંપનીની સ્થાપનાની 25મી વર્ષગાંઠના અવસર પર કર્મચારીઓને 30 કરોડ રૂપિયાના ઈનામનું વિતરણ કર્યું અને ઈન્ક્રીમેન્ટની પણ જાહેરાત કરી. કંપની માલિકે કર્મચારીઓની સાથે-સાથે તેમના માતા-પિતા, જીવનસાથી અને બાળકોને પણ ગિફ્ટ આપવામાં આવ્યા હતા.

કંપનીની સ્થાપનાની 25મી વર્ષગાંઠના અવસર પર, Aries ગ્રુપ ઓફ કંપનીઝના માલિક સોહન રોયે તેમના કર્મચારીઓને 30 કરોડ રૂપિયાના ઈનામનું વિતરણ કર્યું અને ઈન્ક્રીમેન્ટની પણ જાહેરાત કરી. કર્મચારીઓની સાથે તેમના માતા-પિતા, જીવનસાથી અને બાળકોને પણ ભેટ આપવામાં આવી હતી. કંપનીએ તેને ‘સિલ્વર જ્યુબિલી ગિફ્ટ’ ગણાવી છે. આ કંપનીનું હેડક્વાર્ટર સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં છે. તેના માલિક સોહન રોય પહેલા મરીન એન્જિનિયર હતા, પછી બિઝનેસની દુનિયામાં ઝંપલાવ્યું અને સાથે સાથે ફિલ્મો પણ બનાવે છે.

compeny-7-hdnews

સોહન રોય કહે છે, ‘અમારી કંપની 25 વર્ષ પૂર્ણ કરી રહી છે. અમે અમારા કર્મચારીઓના સમર્પણ અને તેમના પરિવારોના યોગદાન માટે આભારી છીએ. તેમણે દરેક પરિસ્થિતિમાં અમને સહકાર આપ્યો છે.

comney-10hdnews

ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતા કંપનીના માલિક સોહન રોયે કહ્યું કે ‘આ અપાયેલી ભેટો કર્મચારીઓનો આભાર માનવાની એક રીત હતી. તે કહે છે, ‘અમને લાગે છે કે કંપનીની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે કંપનીના લોકો કેટલા સંતુષ્ટ છે.’ અમને વિશ્વાસ છે કે આ પહેલ કર્મચારીઓ અને તેમના પરિવારો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે અને એરીઝ ગ્રુપ પરિવારના સભ્ય હોવાનું ગૌરવ વધારશે.’

comney-9-hdnews

રોયના જણાવ્યા અનુસાર, ‘કંપનીએ એવા કર્મચારીઓના પરિવારોને ઈનામ આપવા માટે એક સિસ્ટમ બનાવી છે, કે જેઓ ઓછામાં ઓછા પાંચ વર્ષથી સતત કંપની સાથે જોડાયેલા છે.

તમને જાણાવી દઈએ કે સોહન રોય એરીઝ ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક, ચેરમેન અને સીઈઓ છે. રોયે મરીન એન્જીનિયર તરીકેની કારકિર્દીની શરૂઆત કર્યા પછી, તેમણે 1998માં એરિઝ મરીન એન્ડ એન્જિનિયરિંગ સેવાઓની શરૂઆત કરી. બિઝનેસની સાથે-સાથે તેઓ ફિલ્મ નિર્માણમાં સાથે સંકળાયેલા છે અને મલયાલમ અભિનેતા મોહનલાલનું વિસ્મય મેક્સ સ્ટુડિયો કોમ્પ્લેક્સ હસ્તગત કર્યું છે.

sohanroy-hdnews
એરીઝ ગ્રુપ ઓફ કંપનીઝના માલિક સોહન રોય

ARIES ગ્રુપ ઓફ કંપનીઝનો બિઝનેસ 25 દેશોમાં ફેલાયેલો છે અને 2200થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. ફોર્બ્સે કંપનીના માલિક સોહન રોયને 2015થી 2019 સુધી સતત ચાર વખત અબજોપતિ ભારતીય ઉદ્યોગપતિઓની યાદીમાં સ્થાન આપ્યું હતું.

આ પણ વાંચો: લોકો તમારાથી દુર રહે છે? ક્યાંક તમે જ જવાબદાર નથી ને?

Back to top button