લખનૌ અને મુંબઈ વચ્ચે એલિમિનેટર મેચ શરુ, વાંચો કોનું પલ્લુ છે ભારે?
આજે (24 મે) IPL 2023ની એલિમિનેટર મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ શરુ થઈ ગઈ છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણાયક મેચમાં વિજેતા થનારી ટીમ બીજી ક્વોલિફાયર મેચ રમશે. બીજા ક્વોલિફાયરમાં તેનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આજે હારનારી ટીમની સફર સમાપ્ત થશે. ફાઈનલમાં ધોનીની ટીમ ચેન્નાઈ ઓલરેડી પહોંચી ચુકી છે. લખનૌએ લીગ મેચમાં મુંબઈને 5 રનથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી શકે છે. પોઈન્ટ ટેબલમાં લખનૌ ત્રીજા નંબરે અને મુંબઈ ચોથા નંબરે છે.
શું છે લખનૌનું મજબુત પાસુ?
આજની મુંબઈ સામેની એલિમિનેટર મેચમાં કાયલ મેયર્સ લખનૌ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સ્ટોઇનિસે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 14 મેચમાં 368 રન બનાવ્યા છે અને 5 વિકેટ પણ લીધી છે. આ સિઝનમાં સ્ટોઇનિસનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 89 રન રહ્યો છે. તેણે આ સિઝનમાં 3 અડધી સદી પણ ફટકારી છે. લખનૌ નવીન-ઉલ-હકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકે છે. ટીમ ઓપનિંગ માટે ક્વિન્ટન ડી કોક અને કાયલ મેયર્સને ઉતારી શકે છે. અમિત મિશ્રાનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ થઈ શકે છે.
શું છે મુંબઈનો પ્લસ પોઈન્ટ?
મુંબઈમાં એકથી વધુ એક ચઢિયાતા ખેલાડીઓ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ મુંબઈની આ સિઝનમાં શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ ટીમે લય પકડી અને એલિમિનેટર સુધીની મુસાફરી કરી. હવે તે બીજા ક્વોલિફાયરમાં પહોંચવા માટે મેચ રમશે. ટિમ ડેવિડ અને કેમરન ગ્રીન મુંબઈ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ બંને ખેલાડીઓએ આ સિઝનમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. મુંબઈ પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરી શકે છે. ટીમનો અનુભવી સ્પિનર પીયૂષ ચાવલા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પિયુષે આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે.
બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન –
લખનૌ સુપર જાયન્ટ્સ: કાયલ મેયર્સ, ક્વિન્ટન ડી કોક (wk), પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા (c), નિકોલસ પૂરન, આયુષ બદોની, કે ગૌતમ, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (c), ઈશાન કિશન (wk), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા/વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, રિતિક શોકીન
આ પણ વાંચો: તે રાત્રે મહેન્દ્રસિંહ ધોની ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા, આ શું કહ્યુ હરભજસિંહે કેપ્ટન કુલ વિશે?