ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: રૂ.40.76 કરોડના બોગસ ઈન્વોઈસ કૌભાંડનો માસ્ટર માઇન્ડ ભરાયો

Text To Speech
  • કાગળ પર જ વ્યવહારો દર્શાવી 7.15 કરોડની ITC મેળવી
  • 8 બોગસ કંપનીઓ ઉભી કરીને રૂ. 40.76 કરોડનું બોગસ બિલિંગ કર્યું
  • ઈ-વે બિલ જનરેટ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું

સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (CGST), અમદાવાદ, દક્ષિણ કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગ દ્વારા રૂ. 40 કરોડ, 76 લાખના બોગસ ઈ- વે બિલ જનરેટ કરીને રૂ. 7 કરોડ, 33 લાખની ઈન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના કૌભાંડ પર્દાફાશ કરીને આ કૌભાંડમાં જવાબદાર મે. જયમીન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર અને માસ્ટર માઈન્ડ જયસુખ મનુભાઈ મોડાસિયા અને જીજ્ઞેશ મનસુખ પટેલની અમરાઈવાડીના કનિશ્કા એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કૃષિમંત્રીએ ચિંતન શિબિરમાં કહી ચોંકાવનારી વાત, બ્યૂરોક્રસીમાં ચર્ચા શરૂ 

મારૂતિ હાઈટમાં સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલ

વસ્ત્રાલમાં સરદારબા સ્કૂલ પાસે મારૂતિ હાઈટમાં સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલ મે. જયમીન એન્ટરપ્રાઈઝ દ્વારા 8 બોગસ કંપનીઓ ઉભી કરીને રૂ. 40.76 કરોડના બોગસ બિલિંગ અને રૂ. 7.33 કરોડની ITC ખોટી રીતે મેળવવાના કૌભાંડમાં તા. 22 મેના રોજ કરાયેલા બંન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં બંન્ને તા. 6 જૂન સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. માલસામાનની હેરફેર દર્શાવવા માટે 18 ટ્રાન્સપોર્ટર્સનો ઉપયોગ કરીને ઈ-વે બિલ જનરેટ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસને અંતે બોગસ બિલિંગ કૌભાંડનો આંક વધવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રૂ.5 હજાર કરોડના ખર્ચે સ્પે. કેમિકલ્સ પ્લાન્ટ સ્થપાશે

ફક્ત ઈ- વે બિલ (ઈન્વોઈસ) જનરેટ કરીને રૂ. 40.76 કરોડના વ્યવહારો દર્શાવ્યા

સૂત્રોના જણાવ્યાનુસાર, મે. જયમીન એન્ટરપ્રાઈઝના માલિક અને જયસુખ મનુભાઈ મોડાસિયા અને જીજ્ઞેશ મનસુખ પટેલે અન્ય લોકો સાથે મળીને 8 બોગસ કંપનીઓ ઉભી કરી હતી અને ફક્ત ઈ- વે બિલ (ઈન્વોઈસ) જનરેટ કરીને રૂ. 40.76 કરોડના વ્યવહારો દર્શાવ્યા હતા. ફક્ત કાગળ પર અસ્તિત્વ ધરાવતી કંપનીઓ અને હકીકતમાં માલસામાનની હેરફેર કર્યા વિના ફક્ત કાગળ પર જ વ્યવહારો દર્શાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

Back to top button