ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં રૂ.5 હજાર કરોડના ખર્ચે સ્પે. કેમિકલ્સ પ્લાન્ટ સ્થપાશે

Text To Speech
  • દીપક ગ્રૂપ દહેજમાં સ્પે. કેમિકલ્સ પ્લાન્ટ સ્થાપશે
  • કંપનીએ ગુજરાત સરકાર સાથે MOU કર્યા
  • ચાર વર્ષમાં ત્રણ પ્લાન્ટમાં 1,500 નોકરીઓ દાવો

દીપક ગ્રૂપની દીપક કેમટેક લિમિટેડ કંપની દહેજ ખાતે રૂ.પાંચ હજારના ખર્ચે સ્પેશિયાલિટી કેમિકલ્સ ફીનોલ-એસિટોન અને બાયસ્ફીનોલનું ઉત્પાદન કરવા માટે ત્રણ પ્લાન્ટ સ્થાપશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કંપનીએ રાજ્ય સરકાર સાથે એમઓયુ કર્યો હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે રોગચાળાએ માથુ ઉંચક્યું

ચાર વર્ષમાં ત્રણ પ્લાન્ટમાં 1,500 નોકરીઓ દાવો

દીપક નાઇટ્રેડ લિમિટેડના ચેરમેન દીપક મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દહેજ ખાતે આ ત્રણ પ્લાન્ટ 2026-27 સુધીમાં કાર્યરત થઈ જશે, જેને કારણે 1500 લોકો માટે રોજગારીની નવી નવી તક ઊભી થશે. પેટ્રોકેમિકલ્સ ઇન્ટરમીડિયટ્સનું વર્તમાન માર્કેટ 180 બિલિયન યુએસ ડોલર છે, જે થોડા વર્ષોમાં 650 બિલિયન યુએસ ડોલર થવાની આશા છે. ગુજરાત આ ક્ષેત્રે 50 ટકા એટલે કે 300 બિલિયન ડોલરની કિંમતના પેટ્રોકેમિકલ્સ ઇન્ટમીડિયેટ્સ ઉત્પન્ન કરવાની ક્ષમતા કેળવી શકે છે, ઉપરાંત કેમિકલ્સ ઇમ્પોર્ટ સબસ્ટિટયૂટ ક્ષેત્રે પણ ગુજરાત સિદ્ધિ મેળવી શકશે, એમ પણ એમણે જણાવ્યું હતું.

કંપનીએ ગુજરાત સરકાર સાથે MOU કર્યા

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આ તબક્કે રાજ્ય સરકારની ઉદ્યોગો માટેની પ્રોત્સાહક નીતિઓ તથા તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં થઈ રહેલા મૂડીરોકાણની વિગતો આપી હતી. એમઓયુ ઉપર ડીસીટીએલના ડિરેક્ટર તથા રાજ્યના ઉદ્યોગ વિભાગના એસીએસ એસ.જે.હૈદરે સહી સિક્કા કર્યા હતા. આ તબક્કે ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંધવી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે, કૈલાસનાથન, મુખ્યસચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે પણ હાજર રહ્યા હતા.

Back to top button