ગુજરાતદક્ષિણ ગુજરાત

ઓનલાઈન ફ્રોડનો વધુ એક કેસ સુરતમાં નોંધાયો : 20 લાખથી વધુનું ફ્રોડ

Text To Speech

સુરતમાં ઓનલાઈન ફ્રોડનો વધુ એક કેસ સામે આવ્યો છે. યુવકને સારા કમિશનની લાલચ આપી 20 લાખનું રોકાણ કરાવીને છેતરપિંડી આચરી છે. ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનાર યુવકે સુરત ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. જેની કાર્યવાહી કરતા સાઈબર ક્રાઈમે ગુનો આચરનારા શખ્સ દર્શન દિગંબરને ઝડપ્યી પાડ્યો છે.

જો કોઈ ઓનલાઈન લિંક મળે તો ચેતજો

સુરતના એક યુવાનને ટેલિગ્રામમાં લિંક મોકલીને લિંક ઓપન કરતા તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી તેમજ આપેલા વિવિધ ટાસ્ક પૂર્ણ કરે તો વધુ નફો આપવાની લાલચ અપાતી હતી. હોટલના નામે ટાસ્ક પૂર્ણ કરવાથી સારું કમિશન મળશે એમ કહી યુવક પાસે 6 લાખથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ વધુ નફાની લાલચ આપી ફરી 14 લાખથી વધુનું રોકાણ કરાવ્યું હતું. આમ નફાની લાલચમાં આવી સુરતના યુવકે અલગ અલગ રીતે કુલ 20 લાખથી વધુનું રોકાણ કર્યું હતું. ત્યાર બાદ યુવક સાથે ફ્રોડ થયુ હોવાથી યુવકે સુરત ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ નોંધાતા સુરત સાઈબર ક્રાઈમએ ગુનો આચરનારા શખ્સ દર્શન દિગંબરને ઝડપ્યી પાડ્યો છે.

સુરત સાઈબર ક્રાઈમ-humdekhengenews

પોલીસે પુણેથી આરોપીને ઝડપ્યો 

આમ ઓનલાઈન બિઝનેસના નામે કરાયેલી છેતરપિંડીને લઈને સુરત સાઈબર ક્રાઈમએ એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે પુણેથી દર્શન દિગંબર નામના શખ્સને પકડી પાડ્યો છે. અને વધુ પૂછપરછ શરૂ કરી છે.

 આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડમાં ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર થયું ક્રુઝર વાહન, 7 લોકોના મોત

Back to top button