શું સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેનો વિવાદ ઉકેલાશે? મલ્લિકાર્જુન ખડગે આ પગલું ભરવા જઈ રહ્યા છે
કોંગ્રેસે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની આગામી ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. તેને ધ્યાનમાં રાખીને પાર્ટીએ શુક્રવાર (26 મે), શનિવાર (27 મે) અને રવિવાર (28 મે)ના રોજ દિલ્હીમાં બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચેની ટક્કર અંગે પણ ચર્ચા થઈ શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સચિન પાયલટને લઈને એક્શનમાં
સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને 26મી મેના રોજ બેઠક દરમિયાન સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેના વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. જો મામલો ઉકેલાઈ જાય તો ઠીક છે, નહીં તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આગામી દિવસોમાં પાયલોટ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે કારણ કે પાર્ટીના ઘણા નેતાઓનું માનવું છે કે આવી રીતે ચૂંટણી લડી શકાય નહીં. એક બાજુ પાર્ટી પ્રચારમાં વ્યસ્ત રહેશે તો બીજી તરફ સચિન પાઇલટ વિરોધ પ્રદર્શન અને આંદોલન ચાલુ રાખશે. આ બાબત પાર્ટીને આગામી ચુંટણીમાં નુકશાનકારક સાબિત થઈ શકે છે.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં તાજેતરમાં કોંગ્રેસ નેતા સચિન પાયલટે ભ્રષ્ટાચાર મુદ્દે જન સંઘર્ષ યાત્રા કાઢી હતી. આ દરમિયાન તેમણે તેમની પાર્ટીના નેતાઓ પર જ આરોપ લગાવ્યો હતો. સચિન પાયલટે કહ્યુ, ‘સીએમ અશોક ગેહલોત અને પાર્ટીના નેતાઓએ વસુંધરા રાજેની સરકાર દરમિયાન કથિત ભ્રષ્ટાચાર અંગે કોઈ પગલાં લીધા નથી.’ તો બીજી તરફ કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ તેને પાયલોટની વ્યક્તિગત બાબત ગણાવી હતી.
સચિન પાયલટ સતત કહી રહ્યા છે કે, ‘ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ જ પગલા લીધા નથી. મેં આ મામલે સીએમ અશોક ગેહલોતને 2 વખત પત્ર પણ લખ્યો હતો પરંતુ તેમનો આ બાબતે કોઈ જવાબ આવ્યો નથી.’ હાલમાં જ અશોક ગેહલોતે પાયલટ અને તેના જૂથ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘સરકારને તોડવા માટે ધારાસભ્યોએ ભાજપ પાસેથી પૈસા લીધા હતા. તેના પર પાયલટે પલટવાર કર્યો કે ગેહલોત ખોટું નિવેદન આપી રહ્યા છે.’
આ પણ વાંચો: મુખ્યમંત્રી મમતાને મળ્યા બાદ સીએમ કેજરીવાલે કહ્યું- ‘જ્યાં બીજેપીની સરકાર નથી બની ત્યાં…’