- અંતિમ તારીખ બાદ પણ 2000ની નોટ રહેશે માન્ય
- ઓકટોબર મહિનાથી વ્યવહારમાં ક્યાંય નહીં ચાલે 2000ની નોટ
- નોટ બદલીની સમય મર્યાદામાં વધારો નહીં કરાઈ
ભારતીય રિઝર્વ બેંકએ 2000ની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. જોકે, આરબીઆઈએ કહ્યું હતું કે આ લીગલ ટેન્ડર રહેશે. હવે 2000 રૂપિયાની નોટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેના લીગલ ટેન્ડરને લઈને સૌથી મોટી મૂંઝવણ દૂર થઈ ગઈ છે. BQ Primeને મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, આ નોટો 30 સપ્ટેમ્બર પછી પણ કાયદેસર રીતે માન્ય રહેશે. જો કે, આ નોટો બેંકોમાં જમા કે બદલી શકાતી નથી. તેમને બદલવા માટે આરબીઆઈ ઓફિસ જવું પડશે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી છે.
2000 રૂપિયાના ચલણમાં વ્યવહારની મંજુરી નહીં
BQ પ્રાઈમ અનુસાર, 30 સપ્ટેમ્બર પછી RBI ઓફિસમાં 2000ની નોટ બદલી શકાશે. અધિકારીએ કહ્યું કે સમયમર્યાદા પછી લોકોને 2000 રૂપિયાના ચલણમાં વ્યવહાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સંબંધમાં RBIને ઈમેલ કરવામાં આવેલ BQ પ્રાઇમના પ્રશ્નોનો તાત્કાલિક કોઈ જવાબ મળ્યો ન હતો. 30 સપ્ટેમ્બર પછી લોકો બેંકમાં જઈને 2000ની નોટ બદલી શકશે નહીં.
સમયમર્યાદા લંબાવાશે નહીં
જાણકારી અનુસાર, બેંકો 30 સપ્ટેમ્બર સુધી જ 2000ની નોટ જમા અથવા બદલી શકશે. એટલે કે બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. બેંકોમાં 2000ની નોટ જમા કરાવવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં.