ભર ઉનાળે પાલનપુરમાં પાણીનો પોકાર, સ્થાનિકોએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ
બનાસકાંઠાના પાલનપુરમાં પાણીને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે. પાલનપુરના આંબાવાડી વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે.પાલિકા તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો લાલ આંખે થયા છે.
પાલનપુરમાં પાણીનો પોકાર
બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર પાણીની અછત સર્જાતી હોય છે. ખાસ કરીને એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં પાણી ન પહોંચતા ઉનાળામાં આ વિસ્તારના લોકોને વલખા મારવા પડતા હોય છે. ત્યારે આજે ફરી એક વાર બનાસકાંઠાના પાલનપુરમાં ભરઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. પાલનપુરના આંબાવાડી વિસ્તારમાં પાણી ન મળતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને પાણીને લઈને સ્થાનિકોએ માટલા ફોડીને વિરોધ કર્યો હતો. આ મામલે પાલિકા તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ પણ વાંચો : ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GNFCની કોફીટેબલ બૂક ‘ગ્રોથ ધેટ ટચિસ લાઇવ્સ’નું વિમોચન કર્યુ
અનેક વાર રજૂઆત છતા ઉકેલ નહીં
પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી નિયમિત ન મળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. જેથી આ મામલે અવાર નવાર તંત્રને રજૂઆત કરી હતી. તેમ છતા તેનો કોઈ ઉકેલ ન આવતા છેવટે રોષે ભરાયેલા લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને ઘરમાં રહેલા ખાલી માટલા રસ્તા પર ફોડી વિરુદ્ધ પ્રદર્શિત કર્યો હતો.
વહેલી તકે ઉકેલ લાવવા રજૂઆત
ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં પીવાના પાણી માટે લોકો વલખા મારવા મજબૂર બને છે, પરંતુ હવે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ પાણીનો પોકાર ઊભો થયો છે. પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં પાણી ન મળતા લોકો રસ્તા પર ઉતર્યા છે અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે. સાથે સાથે વહેલી તકે પાલિકા આ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના થેરવાડા ગામે હડકાયા આખલાના આતંકથી ગામમાં ભયનો માહોલ