સ્ત્રીઓને થતા બેક પેઇન પાછળ જવાબદાર છે આ કારણો
- પુરુષો કરતા સ્ત્રીઓમાં બેકપેઇનની સમસ્યા વધુ જોવા મળે છે
- મહિલાઓને આ સમસ્યા પ્રેગનન્સી કે પિરિયડ્સ દરમિયાન વધુ થાય છે
- હેલ્ધી લાઇફસ્ટાઇલ અમુક અંશે બેકપેઇનમાં છુટકારો અપાવી શકે છે
કમરનો દુખાવો કે પીઠ દર્દની સમસ્યા દુનિયાભરના લોકોમાં કોમન છે. આ સમસ્યા આજકાલ સાવ સામાન્ય બની ગઇ છે. આ સમસ્યા પુરુષો કરતા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. બદલતી લાઇફસ્ટાઇલ અને અસંતુલિત ખાણીપીણીના કારણે મહિલાઓ આ સમસ્યા સામે લડી રહી છે. મહિલાઓમાં આ સમસ્યા સૌથી વધુ પિરિયડ્સ અને પ્રેગનન્સી દરમિયાન થાય છે. આ ઉપરાંત મહિલાઓને થતા કમરદર્દ પાછળ બીજા પણ કારણો જવાબદાર છે. એવું પણ નથી કે નાની ઉંમરની મહિલાઓને કમરનો દુખાવો થતો નથી. હવે તે કોઇ પણ ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે.
પ્રેગનન્સી
પ્રેગનન્સી દરમિયાન મહિલાઓને હંમેશા કમરના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. પ્રેગનન્સીમાં કમરનો દુખાવો કમરની નીચે અને ટેઇલબોન પાસે થાય છે. પ્રેગનન્સીના પાંચમા મહિના બાદ કમરનો દુખાવો થાય છે. આ કારણે મહિલાઓને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે.
ઓસ્ટિઓપોરોસિસ
40 વર્ષની ઉંમરમાં મહિલાઓ એસ્ટ્રોજનની કમીના કારણે પ્રી મેનોપોઝનો અનુભવ કરતી હોય છે. આ કારણે તેમના હાડકા પર નકારાત્મક અસર પડે છે. ઉંમર વધવાના કારણે બેકપેઇનના અનેક કારણો હોય છે જેમકે સ્પાઇનલ સ્ટેનોસિસ, સ્પોન્ડિલાઇટિસ અને ડિજનરેટિવ ડિસ્ક. મહિલાઓ જયારે 40ની ઉંમર સુધી પહોંચે છે ત્યારે પ્રી-મેનોપોઝલ અવસ્થાનો સામનો કરવો પડે છે અને આ કારણે એસ્ટ્રોજન લેવલ ઘટી જાય છે. આ કારણે હાડકા નબળા પડે છે.
મેદસ્વીતા
મેદસ્વીતા પણ બેકપેઇનનું એક મહત્ત્વનું કારણ છે. મહિલાઓ યોગ્ય લાઇફસ્ટાઇલ અપનાવીને પોતાનું આરોગ્ય ઠીક રાખી શકે છે. મહિલાઓએ પોતાના કરોડરજ્જુના હાડકાને બેસતી વખતે સીધા રાખવાના છે. રોજ એક્સર્સાઇઝ કરવાની છે. વિટામીન ડી તેમજ કેલ્શિયમનું નિયમિત સેવન કરવું જોઇએ.
મેનોપોઝ
ઉંમર વધવાની સાથે આવા પરિવર્તનો દરેક વ્યક્તિમાં જોવા મળે છે. તે રીતે દરેક લેડીઝ દર 10 વર્ષે પોતાના શરીરમાં શારીરિક બદલાવોનો સામનો કરે છે. જ્યારે સ્ત્રીઓ મેનોપોઝની અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે તેને કમર દર્દ શરૂ થઇ જાય છે.
આ રીતે મેળવો કમરદર્દથી છુટકારો
કોઇ પણ પ્રકારના વ્યાયામ કરી શકો છો, જેમકે એરોબિક્સ, ફ્લેક્સિબિલીટી એક્સર્સાઇઝ, બેલેન્સિંગ. કમરદર્દની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આ બધી બાબતો મદદ કરશે. જે મહિલાઓ વીકમાં ત્રણથી પાંચ વખત એક્સર્સાઇઝ કરે છે તેને કમરનો દુખાવો ઓછો થાય છે.
આ પણ વાંચોઃ નિર્જલા એકાદશી પર કરો તુલસીના આ ઉપાયઃ નહીં રહે ધનની કમી