ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં આ ગાર્ડનના લોકાર્પણ પહેલાં રૂ.35 લાખનો મેન્ટેનન્સ ખર્ચ મંજૂર

Text To Speech
  • લાંભામાં ગાર્ડનના લોકાર્પણ પહેલાં લાખોનો મેન્ટેનન્સ ખર્ચ
  • લાંભામાં રૂ.2 કરોડના ખર્ચે નવું તળાવ અને ગાર્ડન ડેવલોપ કરાયું
  • રિક્રિએશન કમિટીમાં વિવાદાસ્પદ દરખાસ્તોને લીલી ઝંડી આપી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મણીનગરમાં તૈયાર કરાયેલ નવા સ્પોર્ટસ સંકુલમાં રમત ગમત માટે નક્કી કરવામાં આવેલી રાખવામાં આવેલી ફીની રકમ AMC સંચાલિત મેમકો સ્પોર્ટસ કોમ્પ્લેક્સની ફી કરતા બમણી નક્કી કરવાને પગલે વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો: UPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર, ટોપમાં દીકરીઓ છવાઇ 

લાંભામાં રૂ.2 કરોડના ખર્ચે નવું લાંભા તળાવ અને ગાર્ડન ડેવલોપ કરાયું

AMC સંચાલિત બે સ્પોર્ટ્સ સંકુલ માટેના ભાવમાં ડબલ તફાવત ધરાવતી વિવાદાસ્પદ દરખાસ્ત રીક્રીએશન કમિટીમાં મંજૂર કરાઈ છે. રીક્રિએશન કમિટીમાં મણિનગર સ્પોર્ટસ સંકુલ 10 વર્ષ માટે PPP ધોરણે ખાનગી કોન્ટ્રાક્ટરને ચલાવવા મંજૂરી આપી દીધી છે. લાંભામાં રૂ.2 કરોડના ખર્ચે નવું લાંભા તળાવ અને ગાર્ડન ડેવલોપ કરાયું છે અને આ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવે તે પહેલાં જ ગાર્ડનમાં મેન્ટેનન્સ કરવા માટે રૂ. 35 લાખનો ખર્ચ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવાને પગલે વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આટલી સ્પિડ પર વાહન હંકારવુ એ ગુનો, રૂ.4 હજાર સુધીનો દંડ આવશે 

મણિનગર સ્પોર્ટ્સ સંકુલ નવું બનાવવામાં આવ્યું

મણિનગર સ્પોર્ટ્સ સંકુલમાં ચેસ, કેરમ, જિમ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસના નક્કી કરેલા સૂચિત દરોને પણ મંજૂરી આપવામાં આવી છે જેથી હવે ખાનગી રમત ગમત સંકુલ અને સરકારી સંકુલના ભાવ સરખા જ થયા છે. મણિનગર સ્પોર્ટ્સ સંકુલ નવું બનાવવામાં આવ્યું છે. નવી બિલ્ડીંગ છે અને એસી જીમ છે. સારી સુવિધાઓ વાળું આ સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે.

Back to top button