ઉત્તર ગુજરાતગુજરાત

રોંગ સાઈડમાં બાઈક ચલાવવું મોંઘુ પડ્યું : ડીસામાં જૂના બસ સ્ટેન્ડ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

Text To Speech
  • બાઈક પર સવાર બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

પાલનપુર : ડીસા શહેરમાં આજે જૂના બસ સ્ટેન્ડ પાસે રોંગ સાઈડમાં આવતાં બાઈકચાલક કારની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક સવાર બે યુવકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.


ડીસામાં આજે (મંગળવારે ) જૂના બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. શહેરના ભરચક વિસ્તારમાં રોંગ સાઈડમાંથી એનઆર માર્કેટમાં જતા બાઈક ચાલકને પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર બે યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને સમયે આજુબાજૂના લોકો ટોળા એકઠા થઈ ગયા હતા.


અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં બાઈક અને કાર જોરદાર ધડાકાભેર ટકરાતા બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે બાઈક સવાર બે લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે.

આ પણ વાંચો : ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GNFCની કોફીટેબલ બૂક ‘ગ્રોથ ધેટ ટચિસ લાઇવ્સ’નું વિમોચન કર્યુ 

Back to top button