- ગયા વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ મારી હતી બાજી
- ટોપ 4 પોઝિશન પર વિદ્યાર્થીનીઓનો કબજો
- ઈશિતા કિશોરે UPSC CSE 2022માં ટોપ કર્યું
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ આજે સિવિલ સર્વિસીસ 2022 અંતિમ પરિણામ જાહેર કર્યું છે. વ્યક્તિત્વ કસોટીમાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ – upsc.gov.in પર તેમના પરિણામો ચકાસી શકે છે. આ વર્ષે પણ મહિલાઓએ ટોચના સ્થાનો પર પ્રભુત્વ જમાવ્યું હતું. જેમાં ઇશિતા કિશોરે AIR 1 મેળવ્યો હતો, ત્યારબાદ ગરિમા લોહિયા, ઉમા હરાથી એન અને સ્મૃતિ મિશ્રા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં આટલી સ્પિડ પર વાહન હંકારવુ એ ગુનો, રૂ.4 હજાર સુધીનો દંડ આવશે
ટોપ 4માં વિદ્યાર્થીનીઓ
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માં, છોકરીઓએ ટોપ 4 માં સ્થાન મેળવ્યું છે. ઈશિતા કિશોર પ્રથમ નંબરે છે. તે જ સમયે, ગરિમા લોહિયા બીજા સ્થાને, ઉમા હારથી એન ત્રીજા સ્થાને અને સ્મૃતિ મિશ્રા ચોથા સ્થાને છે. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 345 ઉમેદવારો બિનઅનામત છે, 99 EWSમાંથી, 263 OBCમાંથી, 154 SC અને 72 ST કેટેગરીના છે.
આ પણ વાંચો: દેશમાં દરેક ગુનેગારને યુનિક કોડ અપાશે, આધારકાર્ડ સાથે લિંક પણ કરાશે
આ વર્ષે સિવિલ સર્વિસની પરીક્ષામાં છોકરીઓએ જીત મેળવી છે. ટોપ 4 પોઝિશન પર છોકરીઓ કબજે કર્યો છે. ટોપર્સની સંપૂર્ણ યાદી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલ પરિણામની સૂચનામાં ચકાસી શકાય છે.
UPSC CSE પરિણામ આ રીતે તપાસો:
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
- હોમપેજ પર, UPSC CSE મુખ્ય પરિણામ 2022 (ફાઇનલ) લિંક પર ક્લિક કરો.
- હવે સ્ક્રીન પર એક PDF ફાઈલ ખુલશે.
- પીડીએફ ફાઇલમાં યુપીએસસી સિવિલ સર્વિસીસનું મુખ્ય અંતિમ પરિણામ 2022 હશે.
- મેરિટ લિસ્ટ તપાસો અને ડાઉનલોડ કરો