ગુજરાતટોપ ન્યૂઝ

દેશમાં દરેક ગુનેગારને યુનિક કોડ અપાશે, આધારકાર્ડ સાથે લિંક પણ કરાશે

  • એનઈઓઆર એ તમામ આર્થિક ગુનાઓની વિગત રાખતી કેન્દ્રિય સંસ્થા
  • લગભગ અઢી લાખ આર્થિક અપરાધીઓનો ડેટાબેઝ બનાવ્યો
  • આર્થિક ગુના આચરતી વ્યક્તિના આધાર સાથે યુનિક કોડ લિંક કરાશે

જે રીતે કેદીનો બિલ્લા નંબર હોય છે તે રીતે હવે કેન્દ્ર સરકાર દ્વારા દરેક આર્થિક ગુનેગારો માટે એક યુનિક કોડ નક્કી કરવા જઈ રહી છે. આર્થિક અપરાધ આચરનાર ભલે કોઈ વ્યક્તિ હોય કે કોઈ કંપની હોય, તેને એક યુનિક કોડ આપવામાં આવશે. આ ઓળખ નંબરને યુનિક ઈકોનોમિક ઓફ્ન્ડર કોડ કહેવામાં આવશે. જે દરેક ગુનેગારો માટે વિશિષ્ટ હશે અને વ્યક્તિના કેસમાં તેના આધારકાર્ડ સાથે આને લિંક કરાશે. જ્યારે કંપનીના કિસ્સામાં તેના પાન નંબર સાથે જોડાશે.

લગભગ અઢી લાખ આર્થિક અપરાધીઓનો ડેટાબેઝ બનાવ્યો

નાણા મંત્રાલયના સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યુરોએ લગભગ અઢી લાખ આર્થિક અપરાધીઓનો ડેટાબેઝ બનાવ્યો છે. દરેક આરોપીઓ માટે એક અલગથી કોડ રાખવાનો વિચાર છે. જેની પાછળનુ કારણ એ છે કે તેમની સામે એક કરતા વધુ એજન્સીઓ ઝડપથી તપાસ શરૂ કરી શકે. હાલમાં સ્થિતિ એ છે કે એક એજન્સી તપાસ પૂર્ણ કરે અને ચાર્જશીટ અથવા તો ફરિયાદ દાખલ કરે ત્યાં સુધી અન્ય એજન્સીએ રાહ જોવી પડે છે.

એનઈઓઆર એ તમામ આર્થિક ગુનાઓની વિગત રાખતી કેન્દ્રિય સંસ્થા

એનઈઓઆર એ તમામ આર્થિક ગુનાઓની વિગત રાખતી કેન્દ્રિય સંસ્થા છે. જે દરેક આર્થિક ગુનેગાર સાથે સંબંધિત ડેટા તમામ કેન્દ્રીય અને રાજ્ય ગુપ્તચર અને એન્ફેર્સમેન્ટ એજન્સીઓને ઉપલબ્ધ કરાવશે. એનઈઓઆરના સુત્રોના જણાવ્યા મુજબ આશરે રૂ. 40 કરોડના બજેટ સાથે આ બનાવાઈ રહ્યું છે. સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યુરોને એક ટાસ્ક જ સોંપાયેલો છે કે નેશનલ ઈન્ફેર્મેટિક્સ સેન્ટરની મદદથી આ પ્રોજેક્ટનુ સંચાલન કરો અને તેને પૂર્ણ કરો. સુત્રો પાસે મળતી માહિતી મુજબ, એનઈઓઆર આવનારા 4 થી 5 માસમાં પૂર્ણ થશે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓના તમામ ડેટાને એપીઆઈ ( એપ્લિકેશન પ્રોગ્રામ- મિંગ ઈન્ટરકેસ) સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેને રાષ્ટ્રીય રિપોઝિટરીમાં સ્થાનાંતરિત કરાશે. જેથી વ્યક્તિગત રીતે થતો હસ્તક્ષેપ ઘટશે. એઈઓઆર પ્રોજેક્ટ એ ભારત માટે એ આવનારા સમયમાં તેના ફયનાન્શિયલ એક્શન ટાસ્ક ફેર્સ ( એફ્એટીએફ્)ની સમીક્ષાને રજૂ કરશે. મનીલોંડરિંગ અને આતંકવાદીઓને થતી નાણાકીય મદદને કડક હાથે ડામી દેવા અંગેના કાયદાના મુલ્યાંકન માટે પેરિસથી ઈન્ટર ગર્વમેન્ટલ વોચડોગની ઉચ્ચસ્તરીય ટીમ આગામી દિવસોમાં ભારતની મુલાકાત લેશે.

યુનિક કોડ કેવી રીતે ઉપયોગી થશે

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ યુનિક કોડ આલ્ફ-ન્યુમેરિક પ્રકારના હશે. જો કોઈ વ્યક્તિ પર કેસ હશે તે તેના આર્થિક ગુનાઓના તમામ કેસ આધારકાર્ડ સાથે જોડાશે અને જો કોઈ કંપની હશે તો તેના આર્થિક ગુનાઓના તમામ કેસ તેના પાન નંબર સાથે લિંક કરાશે. જેના લીધે, આર્થિક ગુનાઓ આચરનારાઓની તમામ એંગલથી સંપુર્ણ પ્રોફઈલ ઉપલબ્ધ થશે. આ એક સિસ્ટમ જનરેટેડ કોડ હશે. જે પોલીસ અથવા કોઈપણ કેન્દ્રીય ગુપ્તચર એજન્સી અથવા અમલીકરણ એજન્સી દ્વારા એનઈઓઆર (નેશનલ ઈકોનોમિક ઓફ્ન્સ રેકોર્ડ્સ)ના અન્ડર કન્સ્ટ્રક્શન સેન્ટ્રલ રિપોઝિટરી માં ડેટા ફીડ કર્યા પછી બહાર આવશે.આ પછી, જેમની સામે મની લોંડરિંગના ગંભીર પ્રકારના આરોપ છે, તેવા ભાગેડુ વિજય માલ્યા, ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમ અથવા દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને તેમના સાથીદાર સત્યેન્દ્ર જૈન જેવા લોકોની ઓળખ યુનિક આર્થિક ગુનેગાર કોડથી કરાશે.

Back to top button