બનાસકાંઠા : અંબાજી મંદિરમાં ઘંટરાવ માટે ઘંટ જ નથી….!
- જાગૃત નાગરિકે શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને વાચા આપતી મંદિરને લેખિત વિનંતી કરી
બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લા આ પવિત્ર યાત્રાધામ એવા માં અંબાના અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિકો જ્યારે દર્શન કરવા માટે માતાજી સન્મુખ જાય છે, ત્યારે ઘંટનો ધ્વનિ કરવા માટે ઘંટ ન હોવા અંગે અને તે હોવો જોઈએ તેવી લેખિત વિનંતી મંદિરના સત્તાધીશોને અંબાજીના એક જાગૃત નાગરિકે કરી છે. આ ઘંટારવ માટેની કેટલીક બાબતોનો તેમને ઉલ્લેખ કરી અને ઘંટધ્વનિ શ્રદ્ધાળુઓ કરી શકે તે માટે ઘંટ આવશ્યક હોવાનો જણાવી તેના માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે.તમે કોઈ પણ દેવાલય પછી ભલે એ દેવીનું હોય કે દેવનું….. મંદિર માં જઈને તમે બેલ એટલે કે ઘંટ તો જરૂર વગાડ્યો હશે… મંદિર માં જતા જ શ્રધ્ધાળુ ની આંખો બેલ ને ગોતતી હોય અને પછી પોતાની હાજરી પુરાવવા બેલ જરૂર વગાડે છે.. પરંતુ શું તમને યાદ આવે છે કે તમે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતા મંદિર માં ક્યારેય માતાજી ના સન્મુખ ઘંટારવ કર્યો છે…??
નહિ કર્યો હોય. કેમકે યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ ઘંટારવ કરી જ શકતા નથી. કેમકે અંબાજી મંદિર વહીવટીતંત્ર એ અંબાજી મંદિરમાં ઘંટ જ રાખ્યા નથી.તો યાત્રિકો ક્યાંથી વગાડી શકે. મંદિર માં જઈને ઘંટારવ કરવો એ સનાતન સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ છે. કોઈપણ મંદિરમાં જઈએ તો કમસે કમ ત્રણ આશા તો દરેક શ્રદ્ધાળુઓ ના મન માં હોય. પ્રસાદ મળે , તિલક કરે અને ઘંટ વગાડવો. અંબાજી મંદિરમાં વર્ષો પહેલા ઘંટ હતા પરંતુ છેલ્લા કેટલાય વર્ષો થી અંબાજી મંદિર પરિસરમાં ક્યાંય પણ ઘંટ જોવા મળતો નથી. શા માટે આવું કરવામાં આવ્યું છે એનો કોઈ ખુલાસો પણ ખબર નથી. સનાતન સંસ્કૃતિના દેવી દેવતાઓ પણ હાથમાં ડમરુ, વીણા, શંખ જેવા સંગીતના વાદ્યો સાથે દેખાય છે. સંનાતન ધર્મમાં સંગીત પણ એક સાધનાનું માધ્યમ છે. સ્કંધ પુરાણમાં અને અનેક શાસ્ત્રો માં પણ મંદિરમાં ઘંટ વગાડવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
જ્યારે મંદિરમાં જઈએ ત્યારે પ્રથમ ઘંટારવ કરવા થઈ મંદિરમાં સ્થાપિત દેવત્વ જાગૃત થાય છે. પ્રભુ સમક્ષ ઉપસ્થિતિ દર્શાવ્યા બાદ કરેલા દર્શન અને પૂજાનો મહત્તમ લાભ પ્રાપ્ત થાય છે. ઘંટારવ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે વ્યક્તિ સજાગ થાય છે. શરીરમાં રહેલા સાત ચક્રો પણ જાગૃત થાય છે. વૈજ્ઞાનિક તારણો માં પણ સાબિત થયું છે કે, ઘંટારવના અવાજના સ્પંદનોથી સૂક્ષ્મ જીવાણુઓ નો નાશ થાય છે. અને એ તરંગો થી પોઝીટીવીટી પ્રસરે છે. આપણી સંસ્કૃતિ અને સાહિત્યમાં પણ મંદિરના ઘંટારવ અને ઘંટનાદ વિશે ઘણું વર્ણન પણ કરવાં આવ્યું છે. આપણે પોતે પણ અનુભવ્યું છે કે જ્યારે નાના બાળકો મંદિરમાં આવે ત્યારે મનમાં બેલ વગાડવા માટેનો ઉત્સાહ જણાઈ આવે છે. બાળકોની સાથે આવેલા વડીલો પણ બાળકોને ઊંચકીને બેલ વગાવડાવતા હોય એવું સુખદ દ્રશ્યો પણ જોયા છે, અને સાક્ષાત તેનો અનુભવ પણ કરેલો જ હશે. આવા બાળકો ના મન માં બેલ વગાડવાના અનુભવ થી ધર્મ પ્રત્યે શ્રદ્ધા પણ વધે છે.
ત્યારે દેશ વિદેશમાંથી લાખો કરોડો દર્શનાર્થીઓ અંબાજી આવે છે. ત્યારે માઁ જગતજનની માં જગદંબા સમક્ષ એમને ઘંટારવ કરવાનો પુણ્યલાભ પણ મળતો નથી. મંદિર પરિસરમાં ઘંટારવનો મીઠો મધુરો અવાજ ગુંજતો હોય તેવા અલ્હાદક દ્રશ્ય ની કલ્પના પણ કેટલી સુખદાયી છે. માઁ અંબે સમક્ષ આવતા લાખો શ્રદ્ધાળુઓ ના મનમાં પણ ક્યારેક ક્યારેક તો મંદિર માં આવ્યા છીએ તો ..બેલા વગાડીએ એવો ભાવ જરૂર આવતો જ હશે.પરંતુ અંબાજી માતા મંદિર પરિસરમાં યાત્રાળુઓ ઘંટારવ કરી શકે તે માટે કોઈ જ વ્યવસ્થાજ નથી. આવા ભાવિક ભક્તો પણ નિસાસા નાખતા હશે.
ભારતભર ઘણા મંદિરો તો એવા પણ છે કે જ્યાં મોટો મોટા વિશાળકાય ઘંટની સ્થાપના કરવામાં આવી હોય તો અંબાજી માતા મંદિર માં નાનકડી ઘંટડી પણ નહીં… આવું કેમ ?? અંબાજી મંદિરમાં માત્ર આરતી ના સમયે પૂજારી ના સહાયકો દ્વારા ગર્ભગૃહમાં ઘંટ વગાડવામાં આવે છે પરંતુ સામાન્ય દર્શનારથી ને આ લાભ મળતો નથી. અંબાજી ના સુનિલબ્રહ્મભટ્ટ દ્વારા અંબાજી માતા મંદિર માં શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને વાચા આપતી એક લેખિત વિનંતી અંબાજી વહીવટીતંત્ર ને આપી છે. અને અંબાજી માતા મંદિર માં આવતા લાખો કરોડો દર્શનાર્થીઓ માઁ અંબે સમક્ષ ઘંટારવ કરી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું છે.. સનાતન ધર્મ ના એક અવિભાજ્ય અંગ ને માઁ અંબે ના ચાચરચોક માં સ્થાન આપવા માટે વહીવટીતંત્ર સત્વરે આ અંગે પગલાં લેશે તેવો આશાવાદ સુનિલ બ્રહ્મભટ્ટ એ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : નહી બદલી શકો તમારી 2000ની નોટ….!!!