ગુજરાતદક્ષિણ ગુજરાત

શું તમે તો નથી લઈ રહ્યાને આ નકલી દવાઓ ! સુરતમાં પ્રોટીન, વિટામીનની દવાના સેમ્પલ ફેલ

Text To Speech

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્યચીજ વસ્તુઓમાં ભેળસેળનો મામલા સામે આવી રહ્યા છે. ત્યારે નકલી મસાલા, પનીર બાદ હવે દવા પણ નકલી હોવાનું કિસ્સો સામે આવ્યો છે. શારીરિક તંદુરસ્તી માટે ઉપયોગમાં લેવાતા હેલ્થ સપ્લિમેન્ટ હવે સલામત નથી. આરોગ્ય વિભાગ દ્વારા લેવામા આવેલ પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ ગયા છે.

સુરતમાં નકલી દવાઓ મળી

સુરતમાં ખાદ્યચીજ વસ્તુઓમાં ભેળસેળના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આવા ભેળસેળીયાઓ અને નકલી વસ્તુ બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને ઝડપી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામા આવી છે. જે અંતર્ગત સુરતના વિવિધ મેડીકલ સ્ટોરમાં વેચાતી પ્રોટીન અને વિટામિનની દવાઓના સેમ્પલ લેવામા આવ્યા હતા. જેમાંથી પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ ગયા છે.

નકલી દવા -humdekhengenews

પ્રોટીન અને વિટામિનની દવાઓના સેમ્પલ ફેલ

પાલિકાના આરોગ્ય વિભાગે શારીરિક તંદુરસ્તી માટેના હેલ્થ સપ્લિમેન્ટના સેમ્પલ લીધા હતા. તપાસમાં આ સેમ્પલ તપાસમાં ફેલ થયા છે વિવિધ મેડીકલ સ્ટોરમાં વેચાતી પ્રોટીન અને વિટામિનની દવાઓ માન્ય ધારાધોરણ મુજબના નહીં હોવાની તેમજ કેટલીક દવાઓ મિસબ્રાન્ડ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ચાર દુકાનોમાંથી લેવામાં આવેલા સેમ્પલ ફેઇલ

આરોગ્ય વિભાગે શહેરના 9 જેટલા ઝોનમાંથી 18 જેટલી દુકાનોમાંથી સેમ્પલ લીધા હતા. જેમાંથી શાહપોર ખાતેના આશિષ મેડીકલ, મગોબની જય અંબે કેમિસ્ટ, બામરોલીની એસ.એચ.કેમિસ્ટની દવાના સેમ્પલ ફેઈલ નિકળ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામા આવેલ કેલ્સિયમ ટેબ્લેટ, પ્રોટીન અને આર્યન પ્લસના કેપ્સુલમાં ધારાધોરણ અનુસારના પ્રમાણ ન હોવાનું સામે આવ્યું છે. તેમજ કેટલાંક સપ્લિમેન્ટમાં યોગ્ય પ્રમાણના બદલે અન્ય વસ્તુઓનું પ્રમાણ હોવાનું માલુમ પડ્યું છે. જેથી પાલિકા દ્વારાઆ ચાર મેડિકલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બાદ દંડની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

 આ પણ વાંચો : ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ62 હજારને પાર , અદાણી ગ્રુપના સ્ટોકમાં ઉછાળો

Back to top button