ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ62 હજારને પાર , અદાણી ગ્રુપના સ્ટોકમાં ઉછાળો
ભારતીય શેર બજારની શરૂઆત આજે સારી વૃદ્ધિ સાથે થઈ છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે 62,000ની ઉપર ખુલ્યો છે. અને નિફ્ટીમાં પણ વૃદ્ધીજોવા મળી રહી છે. ગઈ કાલે કારોબારમાં તેજી સાથે ટ્રેડિંગ પૂર્ણ કર્યા બાદ આજે પણ ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઇ હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ 0.2% ટકા કરતા વધુ તેજી સાથે કારોબારની શરૂઆત કરી છે.
સેન્સેક્સે 62,000ની ઉપર ખુલ્યો
શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી જોવા મળી રહી છે. સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીના ઉછાળા પર ખુલ્યા હતા . સેન્સેક્સ 0.22 ટકા મજબૂત થઈને 62 હજાર સુધી પહોંચી ગયો છે.ત્યારે નિફ્ટી 18 હજારથી વધુ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો
આજે સવારે 9.15 વાગ્યે BSE સેન્સેક્સ 134.48 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 62,098.16 ના સ્તરે ખુલ્યો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 48.50 પોઈન્ટ અથવા 0.26 ટકા વધીને 18,362.90 પર ખુલ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરો લીલા નિશાન પર છે, જ્યારે 6 શેરો ડાઉન છે. પ્રી-ઓપન સેશનમાં માર્કેટમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 70 પોઈન્ટ અને નિફ્ટી 18,360 પોઈન્ટ ઉપર હતો.
અદાણી ગ્રુપનો બિઝનેસમાં સૌથી ઝડપી વૃદ્ધિ
આજના કારોબારમાં બજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા સાથે ખુલ્યા છે. અદાણી ગ્રુપનો બિઝનેસમાં સૌથી ઝડપી વૃદ્ધિ છેઅદાણી એન્ટરપ્રાઈઝ સ્ટોકમાં દેખાઈ રહી છે. તેમાં 10 ટકાનો વધારો થયો છે.
આ શેરો લીલા નિશાન પર
આજના કારોબારમાં દરેક જગ્યાએ શેરોમાં તેજી જોવા મળી રહી છે. આ કારણે નિફ્ટીના ઘણા મોટા સૂચકાંકો લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. સૌથી મોટો ફાયદો IT ઇન્ડેક્સમાં છે અને તે 0.50 ટકાની મજબૂતાઈ પર છે. આ સિવાય બેન્ક 0.23 ટકા, ઓટો 0.04 ટકા, ફાર્મા 0.23 ટકા, એફએમસીજી ઇન્ડેક્સ 0.16 ટકા અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ 0.20 ટકા વધ્યા છે. જોકે, રિયલ્ટી ઇન્ડેક્સ ઘટી રહ્યો છે અને તે 0.34 ટકા નીચે છે. તે જ સમયે, મેટલ અને મીડિયા ઇન્ડેક્સ પણ વધી રહ્યા છે. આમાં મેટલ 2.01 ટકા અને મીડિયા 0.59 ટકા વધ્યા છે. હેવીવેઇટ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : અમિત શાહની મોટી જાહેરાત : હવે મતદાર યાદીમાં આપોઆપ નામ ઉમેરાશે અને દૂર થશે