ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટની માટીના રૂપિયા ઉપજ્યા

Text To Speech
  • અમદાવાદ-ધોલેરા હાઈવે બનાવવા માટે પીરાણાની માટી લેવાઇ
  • હાઈવે બનાવવા 4 લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ
  • માટી ખરીદવા કોન્ટ્રાક્ટર સામેથી ટન દીઠ રૂ.1.5 આપે છે

ગુજરાતમાં સૌથી મોટી ગણાતી અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટ લગભગ 84 એકરથી પણ વધુના વિસ્તારમાં ફેલાયેલી છે. પીરાણા ડમ્પ સાઇટમાં બાયોમાઇનિંગનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ- ધોલેરા હાઈવે તૈયાર કરવા માટે પીરાણા ડમ્પ સાઇટની લાખો ટન માટી લઈ જવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાણી માટે સંકટ તો નથી ને, જાણો ડેમની સ્થિતિ

કોન્ટ્રાક્ટર સામેથી પૈસા આપીને પીરાણા ડમ્પ સાઇટ ખાતેથી માટી લઈ જાય છે

અમદાવાદ- ધોલેરા હાઈવેના કોન્ટ્રાક્ટર સામેથી પૈસા આપીને પીરાણા ડમ્પ સાઇટ ખાતેથી માટી લઈ જાય છે. અત્યાર સુધીમાં અમદાવાદ- ધોલેરા હાઇવે બનાવવા માટે પીરાણા ખાતેથી લગભગ 4 લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ થયો છે. રાજ્યમાં સરકાર દ્વારા અમદાવાદ-ધોલેરા હાઇવેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ- ધોલેરા હાઇવેના પુરાણના કામ માટે માટી પણ પીરાણા સાઇટ પરથી જ મોકલવામાં આવે છે. જેને જોઈએ તેને વિનામૂલ્યે માટી આપવામાં આવે છે. પરંતુ હાઇવે બનાવી રહેલા કોન્ટ્રેક્ટર સામેથી ટન પ્રમાણે 1.5 રૂપિયો આપે છે. અત્યાર સુધીમાં કોર્પોરેશને 4 લાખ મેટ્રિક ટન માટી હાઇવેના પ્રોજેક્ટ માટે આપી છે.

આ પણ વાંચો: મહાઠગ કિરણ પટેલ સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓ પર લટકતી તલવાર 

પીરાણા ડમ્પિંગ સાઇટને ગ્રીનકવર બનાવવાનો નિર્ણય લેવાયો

પીરાણા ડમ્પિંગ સાઇટમાં કચરાના સેગ્રેગેશનનું કામ થાય છે. કચરાને ત્રણ ભાગમાં અલગ કરાય છે. એમાં પહેલું માટી, બીજું સીએન્ડડી (કન્સ્ટ્રકશન એન્ડ ડિમોલિશ વેસ્ટ) અને ત્રીજું પ્લાસ્ટિક. ત્યારે મુખ્ય રીતે માટીને અહીં રાખવામાં આવે છે, જે થોડા સમય બાદ ફ્ળદ્રુપ થઈ જાય છે અને એનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતો અહીં ફ્ળદ્રુપ માટી લેવા આવે છે કોર્પોરેશન દ્વારા ફ્ળદ્રુપ થઈ ગયેલી માટી મફ્ત ખેડૂતોને આપવામાં આવે છે. પીરાણા ડમ્પ સાઇટ ખાતે 30 હજાર ટન બાયોમાઇનિંગ કરવામાં આવે છે. અગાઉ પાલિકા દ્વારા પીરાણા ડમ્પિંગ સાઇટને ગ્રીનકવર બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

Back to top button