ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

મધ કે ગોળ? ડાયાબિટીસ માટે શું છે બેસ્ટ, જાણો ન્યુટ્રિશન વેલ્યુ

  • ડાયાબિટીસના દર્દીઓમાં ગળ્યુ ખાવાનું ક્રેવિંગ વધુ હોય છે
  • તમે શુગરના સ્થાને કોઇ હેલ્ધી વિકલ્પ અપનાવી શકો છો
  • ગોળ અને મધ ખાંડની ગરજ સારશે, પરંતુ માપમાં ખાજો

આજકાલ ડાયાબિટીસના કેસ ખૂબ વધી ગયા છે. આ લાઇફસ્ટાઇલ ડિસીઝ જીવલેણ બનતો જઇ રહ્યો છે. આ બિમારીમાં વ્યક્તિ પર ખાણીપીણીના અનેક પ્રતિબંધો લાદવામાં આવે છે. દુનિયાભરના દરેક બીજા ઘરમાં એકાદ વ્યક્તિ તો આ બિમારીથી પીડાતી હોય જ છે. આ બિમારીનું મુખ્ય કારણ ખોટી લાઇફસ્ટાઇલ, અનહેલ્ધી ડાયેટ અને શરીરમાં ઓછા ઇન્સ્યુલિન બનવાની સાથે સાથે લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધવાનું પણ છે.

ડાયાબિટીસથી પીડિત વ્યક્તિના શરીરમાં અન્ય બિમારીઓનો ખતરો પણ રહે છે. આ કારણ છે કે ડાયાબિટીસને ધીમુ મોત કહેવામાં આવે છે. પહેલાના સમયમાં આ બિમારી 40-45 વર્ષની ઉંમર પછી થતી હતી, પરંતુ હવે યુવાનો પણ તેના શિકાર બની રહ્યા છે.

મધ કે ગોળ? ડાયાબિટીસ માટે શું છે બેસ્ટ, જાણો ન્યુટ્રિશન વેલ્યુ hum dekhenge news

આવા સંજોગોમાં ડાયાબિટીસના રોગીઓએ ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઇએ અને સાથે સાથે ખાણીપીણીનું પણ ધ્યાન રાખવુ જોઇએ. આમ નહીં કરો તો શુગર લેવલ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે ડાયેટમાં તેઓ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વાળા ફુડને સામેલ ન કરે. સાથે ગળી વસ્તુઓથી દુર રહે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુઓ મીઠા ઝેર સમાન છે.

ખાંડ નહીં, આ વસ્તુઓનો ઉપયોગ કરો

ડાયાબિટીશના દર્દીઓને હંમેશા મીઠુ ખાવાનું ક્રેવિંગ થાય છે. તેઓ સ્વાદ ભુલીને તેમના આરોગ્ય પર ધ્યાન આપવા ઇચ્છે છે, જોકે આ લોકોએ ભુલથી પણ ખાંડનો ઉપયોગ ન કરવો જોઇએ. ખાંડ તમારા શુગર લેવલને વધારે છે. જો તમે ખાંડનો વિકલ્પ ચકાસી રહ્યા હો તો તમે મધ કે ગોળનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓનો તમે થોડા પ્રમાણમાં પ્રયોગ કરશો તો વાંધો નહીં આવે.

મધ કે ગોળ? ડાયાબિટીસ માટે શું છે બેસ્ટ, જાણો ન્યુટ્રિશન વેલ્યુ hum dekhenge news

મધની ન્યુટ્રિશન વેલ્યુ

મધમાં એન્ટીઓક્સિડન્ટની સાથે વિટામીન સી, આયરન, મેગ્નેશિયમ ફોલેટ અને પોટેશિયમ જેવા અનેક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. 20 ગ્રામ મધમાં 0 ફેટ, જ પ્રોટીન, 17 ગ્રામ કાર્બ્સ હોય છે.

મધ કે ગોળ? ડાયાબિટીસ માટે શું છે બેસ્ટ, જાણો ન્યુટ્રિશન વેલ્યુ hum dekhenge news

ગોળની ન્યુટ્રિશન વેલ્યુ

ગોળમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરની ભરપૂર માત્રા હોય છે. તેમાંથી શેરડીનો રસ તૈયાર થાય છે. ખાંડની તુલનામાં તે વધુ નેચરલ અને ફાયદાકારક હોય છે. ગોળમાં કેલરી સાથે વિટામીન બી6 હોય છે. 20 ગ્રામ ગોળમાં 38 કેલરી અને 9.8 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે.

આ પણ વાંચોઃ Hey Girls, લાઇફ પાર્ટનર પસંદ કરતા પહેલા થોડુંક ધ્યાન રાખજો

Back to top button